આમોદ-જંબુસર વચ્ચે આવેલો ઢાઢર નદી પર નો બ્રીજ અત્યંત જર્જરીત બનતા કૉંગ્રેસે ગત રોજ આશ્ચર્ય જનક કાર્યકમ કરી વહીવટી તંત્રની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. ભરૂચ જીલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ ઢાઢર નદીના બ્રીજની વિઝીટ કરી નિરીક્ષણ કર્યું હતું.

અને બ્રીજને ખખડધજ હાલત માં જોતા તેને સમારકામની જરૂરિયાત હોય ભારદારી વાહનો ઉપર તાત્કાલીક પ્રતિબંધ ફરમાવી દીધો હતો.ત્યારબાદ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ તુરત બ્રીજના સમારકામની કામગીરી શરૂ કરી દીધી હતી.હાલ ઢાઢર નદીના બ્રીજનું સમારકામ નેશનલ હાઈવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ઇજનેર,ડેપ્યુટી ઇજનેર તેમજ આસિસ્ટન્ટ ઈજનેરની નિગરાની હેઠળ કરવામાં આવી રહ્યુ છે.

ત્યારે બ્રીજનું સમારકામ પૂર્ણ થયા બાદ ભારદારી વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ મળશે તેમ લાગી રહ્યુ છે.હાલ તો ઉક્ત પુલ પર થી માત્ર નાના વાહનો ને અવર જવર માટે મંજૂરી આઅપવામાં આવેલ છે.ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવવા માં આવેલ છે.









