કેન્દ્ર સરકારની આયુષ્યમાન વય વંદના યોજના અંતર્ગત ભરૂચના સેગવા ગ્રામ પંચાયત કચેરીમાં આયુષ્યમાન વયવંદના યોજના અંતર્ગત કાર્ડ માટે રજીસ્ટ્રેશન નો કાર્યક્રમ યોજાયો હતો.

ઉક્ત કાર્યક્રમમાં ગામના વરીષ્ઠ નાગરિકોએ યોજનાનો લાભ લીધો હતો.પોતાના આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે ગ્રામજનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

કેન્દ્ર સરકારની આયુષ્યમાન વયવંદના કાર્ડ યોજના વરિષ્ઠ નાગરિકોને બીમારી જેવા સંજોગોમાં ખુબ ઉપયોગગી પુરવાર થાય છે. ઉપરોક્ત કાર્ડ મુખ્યત્વે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે લાભદાયી છે.સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા અધ્યક્ષ અને સેગવા ગામના અગ્રણી સાદિક નાથા,જિલ્લા પંચાયત સદસ્ય સલીમ ખાન ઉર્ફે મલંગખાન પઠાણ સહિત સેગવા ગામના અગ્રણીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









