આમોદ નગર માં મોહરમ પર્વ નિર્મિતે તાજીયા જુલુસ શાંતિપૂર્ણ માહોલ માં સપન્ન…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વરસાદી વાતાવરણ માં પણ મોટી સંખ્યા માં લોકભીડ દર્શન અર્થે આવી પોહચી હતી.

ઇસ્લામ ધર્મ ના ઈસ્લામિક કેલેન્ડરના પ્રથમ મહિનો એટલે મોહરમ અને તારીખ ૦૧ લઈને ૧૦ તારીખ સુધી મુસ્લિમ બિરાદરોને દ્વારા કરબલા મેદાનમાં સત્ય ખાતર પોતાના પ્રાણનું બલિદાન આપી ધર્મ માટે શહીદ થનાર હજરત ઈમામ હુસેન અને એમના 72 સાથીઓ ની યાદ માં દસ દિવસ સુધી આમોદ નગર સહિત ગ્રામ્ય વિસ્તારો માં ઇસ્લામ ધર્મના પવિત્ર કુરાન નું પઠન તેમજ નમાઝ સહિત અનેક પ્રસાદ વિતરણ સહિત વિવિધ ધાર્મિક પ્રોગ્રામો કરવા માં આવેછે. તેઓની યાદગીરી સ્વરૂપે નગર વિસ્તારો માં તાજીયાઓનું કલાત્મક કારીગરી થી નિર્માણ કરી યાદો ની ઝાંખી કરાવતા કલાત્મક તાજીયાઓ

૦૯અને૧૦ માં દિવસે હઝરત ઈમામ હુસૈનની યાદમાં આ તાજીયા જુલુસ પરંપરાગત રીતે માં નીકાળવામાં આવે છે.તે અંતર્ગત આમોદ નગરના વાવડી ફળિયા ખાતે મોહરમ ના નવ મા ચાંદે રાત્રિ દરમિયાન તાજીયા ની હુસેની કમિટી યંગ સર્કલ દ્વારા યા હુસેન મૌલા હુસેન ગગન ચુંબી નારા તેમજ સલાતો સલામ સાથે વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ વર્ગના ભાઈઓ રસ્તા પર ઉતરીને મોહરમ તહેવારમાં માતમ મનાવતા જોવા મળ્યા હતા.

વાવડી ફળિયા અખાડા ખાતે આમોદ નગર ના અન્ય વિસ્તાર દર વર્ષની જેમ પરંપરાગત રીતે તમામ તાજીયા આવી પહોંચતા અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો.ત્યાર બાદ બીજે દિવસે એટલે કે ૧૦માં ચાંદે તાજીયા જુલુસ કાઢવામાં આવ્યા હતાં. જેમા નાના મોટા અનેક સરકાર ની ગાઈડ લાઈન મુજબ તાજીયા જોવા મળ્યા હતાં.

સાથે અખાડા માં હજરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની યાદમાં માતમ સાથે વિવિધ કરતબ કરતાં પણ નાના બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમા નાના બાળકો થી લઈને વૃદ્ધ સુધી લાઠીદાવ, તલવાર બાજી કરતાં જોવા મળ્યા હતાં.આમોદ નગર ના તાજીયા ની સાથે અહીંયા જે અલગ અલગ તલવાર થી રફાઈ કરતબ કરતા લોકોને જોવા માટે આમોદ નગર સહિત ગ્રામ્ય વિસ્તાર ના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.આમોદ નગર માં તાજીયા જુલુસના રૂઠ મેઈન બજાર થી તિલક મેદાન પર આઇસ્ક્રીમ તેમજ ઠંડા પીણા શરબત સહિત વિવિધ પ્રસાદનું વિતરણ દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું.

યા હુસેન યા હુસૈન ના ગગન ચુંબી નારાઓ સાથે યુવાનો તિરંગા ને હાથ માં રાખી દેશ પ્રેમ ની ઝાંખી કરાવી હતી. અને તાજીયા ને પરંપરાગત રીતે શાંતિપૂર્ણ માહોલમાં ઠંડા કરવામાં આવ્યા હતા. અને તાજીયા જુલુસ સંપન્ન કરવામાં આવ્યું હતું.આમોદ નગર પાલિકા દ્વારા તાજીયા જુલુસ રૂટ પર લાઇટિંગની વ્યવસ્થા સાથે નાના મોટા ખાડાઓ માં ગ્રીટ નાખી રૂટ પર ચોખ્ખો કરવામાં આવેલ.તાજીયા જુલુસ દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાલુ વરસાદે ખડે પગે રહી આમોદ પોલીસે સમગ્ર નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!