ઝઘડીયા: રાજપારડી ચાર રસ્તા પરથી ફોર વ્હીલર ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના રાજપારડી ચાર રસ્તા પરથી પોલીસે ફોર વ્હીલર ગાડીમાં લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ૧૮ વર્ષીય કિશોર સહિત કુલ બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. રાજપારડી પી.આઈ એચ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળેલ કે બે ઇસમો એક ફોર વ્હીલર ગાડીમાં દારૂ લઇને ઝઘડિયા તરફથી આવીને ઉમલ્લા તરફ જવાના છે. પોલીસે રાજપારડી ચાર રસ્તા નજીક વોચ ગોઠવીને મળેલ બાતમી મુજબની ગાડી આવતા તેને રોકીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયર ટીન નંગ ૩૮ મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા ૮૩૬૦ ની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઈને ફોર વ્હીલર ગાડીમાં હાજર મળેલ મહેશ શના વસાવા (રહે.ઉમલ્લા, તા.ઝઘડિયા, જી.ભરૂચ.) અને તેની સાથેના એક ૧૮ વર્ષીય કિશોર સામે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!