ભરૂચ SOG દ્વારા ચલાવવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનમાં સતત ૪૮ કલાક સુધીની શોધખોળ બાદ ૪૪ બાંગ્લાદેશીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી. ભરૂચ જીલ્લામાં વિદેશી ઘૂષણખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ SOG દ્વારા ચલાવવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનમાં 48 કલાક સુધી સતત શોધખોળ ચાલી હતી. જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ૭ ટીમોએ કાર્યવાહી કરી ૧૧ પુરુષો, ૧૮ મહિલાઓ અને ૧૫ બાળકો સહિત કુલ ૪૪ બાંગ્લાદેશી ઘૂષણખોરોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

આ તમામ વિદેશી નાગરિકો કઈ રીતે ગુજરાતમાં નિવાસ કરી રહ્યા હતા તે અંગે હાલમાં તેમને ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે કે આ લોકો કઈ રીતે અને કોના સહારે ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા અને તેઓના પરિચય કે દસ્તાવેજો છે કે નહીં તે દિશામાં પણ તપાસ તેજ કરાઈ છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









