વાગરાના પખાજણ, ભરૂચના ઝાડેશ્વર,અને ઝધ઼ડીયાના રાજપારડી સહિત ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ,સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતા વાહનો સીઝ કરી ૧.૯૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજ નું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ થતી હોય તો તેની સામે સતત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૯ થી ૧૫ જુન દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પખાજણ, ભરૂચ તાલુકાના ઝાડશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનો ટ્રક નંબર-જી.જે.૧૬.એ.વી.૧૫૬૫,જી.જે.૧૬.એ.ડબ્લ્યુ.૦૩૬૫ અને જી.જે.૧૬.એ.વી ૭૨૨૧ તથા જી.જે.૦૫.બી.યુ.૮૧૯૦, જી.જે. ૦૩.એ.એક્સ ૮૦૬૭ તેમજ જી.જે.૦૫.બી.યુ.૭૩૫૩,જી.જે.૧૬.એ.ડબ્લ્યુ.૯૭૧૧ ઉપરાંત જી.જે.૧૬.એ.વી.૮૯૪૭ ને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.ખનીજ વિભાગ ની કાર્યવાહી ને પગલે ખનીજ ચોરો માં ફફડાટ ની લાગણી પ્રસરી જવા પામી છે.ભરૂચ જિલ્લામાં વાગરા પંથકના ખનિજ માફિયાઓ ખાણ ખનીજ સાથે સાંઠ-ગાંઠ કેળવી મલાઈ તારવતા હોવાની પંથકમાંથી મોટા પાયે ફરિયાદો ઉઠી રહી છે.ત્યારે વિજીલન્સ ટિમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવે તો વાગરા વિસ્તારમાં થી મસમોટું માટી કૌભાંડ બહાર આવે તેમ છે.રૂપિયા ના નશા મા મસ્ત બનેલા ખનીજ માફિયા ને તંત્ર તરફ થી કાયદેસર ની કાર્યવાહી કરી નાથવામાં આવે તે જ સમય ની માંગ છે.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









