પ્લેન ક્રેસ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર અલતાફ હુસૈન ની કોલવણા ગામે દફનવિધિ કરાઈ,મોટી સંખ્યામાં લોકો જોડાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ ની પ્લેન ક્રેસની ગોઝારી ઘટનાએ અનેક લોકોનો ભોગ લીધો હતો.જેમાં આમોદ ના કોલવણા ગામના અલતાફહુસૈન પણ ભોગ બન્યા હતા.તેઓની દફનવિધિ તેમના માદરે વતન ના કબ્રસ્તાનમાં વહીવટી તંત્ર ની હાજરીમાં કરવામાં આવી હતી.તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો દુઃખી હૃદયે જોડાયા હતા.ગત તા.૧૨ જૂન ના અમદાવાદ એરપોર્ટ ઉપરથી યુ.કે. જવા એર ઇન્ડિયાની ફલાઇટે ઉડાન ભરી હતી.ઉડાન ભર્યાની ગણતરીની મીનિટોમાં પ્લેન અમદાવાદ ની એક બિલ્ડીંગ પર પડતા તેમાં સવાર એક મુસાફર ને બાદ કરતા તમામ મુસાફરોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.જેમાં ભરૂચ ના આમોદ તાલુકાના કોલવણા ગામના અને હાલ યુકે ખાતે સ્થાયી થયેલા અલતાફહુસૈન ઇસ્માઇલ પટેલ ઉર્ફ જીવામાસ્તરે પણ જીવ ગુમાવ્યો હતો.તેઓ એ કોલવણા ગામની હાઈસ્કૂલ માં એસ.એસ.સી સુધીનો અભ્યાસ કર્યો હતો. ફાર્મા સિસ્ટ ની ડિગ્રી મેળવી ભરૂચ માં દવાની દુકાન ની શરૂઆત કરી રોજી રોટી મેળવી રહયા હતા. ત્યાર પછીના થોડા વર્ષોબાદ તેઓ યુ.કે ખાતે સ્થાયી થયા હતા.હાલ એક અઠવાડિયા માટે જ તેઓ વતન ભારત ખાતે આવ્યા હતા.અલતાફહુસૈન તેમના સાસુ – સસરા સાથે એર ઇન્ડિયા ના ફલાઈટ માં યુ.કે જવા રવાના થયા હતા.

જો કે પ્લેન ક્રેસ ની ઘટના માં અલતાફહુસૈન સહિત મૂળ કરજણ તાલુકા ના સાંસરોદ ગામના વતની અને યુ.કે સ્થાયી થયેલા આદમભાઈ તાજુ અને તેમના પત્ની હસીનાબેન તાજુએ પણ જીવ ગુમાવ્યો હતો.આ કમનસીબ ઘટના ને પગલે કોલવણા અને સાંસરોદ ગામ સહિત તેમના પરિવાર પર આભ તૂટી પડ્યુ હતુ.અલતાફહુસૈનના પાર્થિવ શરીર ને વહીવટી તંત્રની દેખરેખ હેઠળ તેમના માદરે વતન કોલવણા ખાતે લાવવામાં આવ્યો હતો.વતન ની માટીમાં તેમના મૃતદેહ ને સુપુરદે ખાક કરવામાં આવ્યો હતો.તેમની અંતિમ યાત્રામાં તેમના પરિવાજનો, સગા સંબંધીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.પ્લેન ક્રેસ દુર્ઘટના નો ભોગ બનેલા લોકો માટે તેમના પરિવાર પર આવી પડેલ દુઃખ ને સહન કરવાની કુદરત શક્તિ આપે એ માટે ખાસ દુવા કરવામાં આવી હતી.આ દુઃખદ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી,ભરૂચ નગર પાલિકા વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ,સુલેમાન પટેલ,અબ્દુલ કામઠી,કોલાવણા ગામના અગ્રણીઓ, આમોદ પોલીસ મથકના પી.આઈ ,આમોદ ઇ.ચા. મામલતદાર,સર્કલ,તલાટી સહિતના વહીવટી તંત્રના કર્મીઓ અને સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!