ભરૂચ જિલ્લાના ચૂંટણી નિરીક્ષકે ચૂંટણીની કામગીરી બાબતે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચૂંટણી કામગીરીની સમીક્ષા કરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી નિરીક્ષક તરીકે ખાસ ફરજ પરના અધિકારી એન.એન. માધુ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરીટી કેવડીયા- નર્મદા, અધિકકલેક્ટર ને નિયુક્ત કરવામાં આવ્યા છે.ગ્રામ પંચાયતોની ચૂંટણી કામે ચૂંટણી લક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણુંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક ના અધ્યક્ષસ્થાને ક્લેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.

ચૂંટણીની અદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય અયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારી એ સૂચના આપી હતી.આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર એન.આર ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ,ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ ચૂંટણીખર્ચ ના હિસાબો ની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી, જિલ્લા અધિકારીઓ ને સૂક્ષ્મ માર્ગદર્શન પૂરું પાડયું હતું.

 

ચૂંટણી નિરીક્ષક એ ચૂંટણી ફરજ ઉપર નિયુક્ત કરાયેલા નોડલ ઓફિસરો સહિત ઝોનલ ઓફિસરો, અને પોલીંગ સ્ટાફને ખૂબ જ સંવેદનશીલતા સાથે જરૂરી તાલીમ ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠકો કરી ચુંટણી કામગીરીની સમીક્ષા કરી હતી. બેઠકમાં જિલ્લાના સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અંગેની જાણકારી મેળવી હતી.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!