વાગરા તાલુકાના પખાજણ ગામ ખાતે નવાપરા વિસ્તારમાંથી એક સ્યુસાઇડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ કરાવા સહિતની જરૂરી કાર્યવાહી આરંભી છે.

બનાવ અંગે જાણવા મળેલી માહિતી મુજબ વાગરા તાલુકાના પખાજણ ગામે નવાપરા વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષીય રમેશ સિવાભાઈ પટેલનાઓએ પોતાના મકાનમાં લોખંડની એંગલ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી ગઈ હતી.

જ્યાં જોતા ઘરમાં લોખંડની એંગલ સાથે એક આધેડની લટકતી હાલતમાં લાશ જણાય આવી હતી. પોલીસે લાશને નીચે ઉતારી વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મરણ જનાર ઇસમ પખાજણ ગામે નવાપરા વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષીય રમેશ સિવાભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. આધેડે કયા કારણોસર જીવન ટૂંકાવ્યું હશે તે કારણ જાણી શકાયું નથી. જોકે વાગરા પોલીસ બનાવ અંગે વધુ તપાસ કરી રહી છે.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









