જંબુસર: ટૂંડજ પંચાયતના પાંચ સભ્યોની પેટાચૂંટણીમાં વો.૫ ના મુમતાજ બહેન બિનહરીફ તરીકે વિજેતા બનતા તેઓનું સ્વાગત કરાયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાની પેટા ચૂંટણીઓમાં સરપંચ અને સભ્યોમાં જંબુસર તાલુકામાં કુલ ૨૮ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ૦૬ સરપંચ અને ૨૭ સભ્યો નોંધાયા છે. આમોદ, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ ભરુચ જિલ્લાની પેટા ચૂંટણીઓમાં કુલ ૩૪ સરપંચ અને ૧૩૩ સભ્યો નોંધાયા છે. જોકે ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેદાનમાં કેટલા ઉમેદવાર ચૂંટણી લડશે તે ચિત્ર સ્પષ્ટ થશે. જોકે તે પેહલાજ જંબુસર તાલુકાનાં ટુંડજ ગ્રામપંચાતના વોર્ડ સભ્યનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

ભરુચ જિલ્લાના જંબુસર તાલુકાના ટુંડજ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર પાંચનાં સભ્યની પેટાચૂંટણીમા મુમતાજબેન ઉષ્માનગની દિવાન નાઓની બિનહરીફ વિજેતા બનતા ટુંડજ ગામના સરપંચ, આગેવાનો સહિત તેઓના સમર્થકો દ્વારા તેઓનું ફુલહારથી ભવ્ય સ્વાગત કરવાંમાં આવ્યુ હતું. અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!