વાગરા: પર્યાવરણીય સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણને પુનઃસ્થાપિત કરવા અદાણી ફાઉન્ડેશન ભરૂચના વડપણ હેઠળ દહેજ અને નેત્રંગમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારના લુવારા અને નેત્રંગ વિસ્તારના કોલીયાપાડા ગામમાં અદાણી ફાઉંડેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના પ્રસંગે અદાણી પોર્ટના મરીન હેડ ગિરિશચંદ્રા, અદાણી ઓસિયન સ્પાર્કલ લિમિટેડના હેડ અંકિતઅગ્રવાલ,દહેજ મરીન પોલીસ ડી.વાય.એસ.પી.ખરાડી,લુવારા ગામના સરપંચ,ખેડૂતભાઈઓ, સખી મંડળની બહેનો તથા ઉત્થાન પ્રોજેક્ટ્ના બાળકો તેમજ અદાણી ફાઉન્ડેશનની ટીમ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તેવૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાઆવી હતી.

પર્યાવરણીય સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણને પુનઃસ્થાપિત કરવા અને તેને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કરી એક પ્રભાવશાળી કાર્યક્રમની પહેલ અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારાકરવામા આવી છે. અદાણી ફાઉંડેશન દ્વારા આખા વર્ષ દરમ્યાન કુલ ૧૦,૦૦૦ થી પણ વધુ વ્રુક્ષોનુ વાવેતર કરવાનો લક્ષ્ય છે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર લોકોએ પર્યાવરણના જતન અને સંરક્ષણ અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને અદાણી ફાઉન્ડેશનના એક વર્ષમાં આ દહેજ અને નેત્રંગ વિસ્તારમાં ૧૦,૦૦૦થી વધુ વૃક્ષોના રોપણ અને ઉછેરના લક્ષ્યમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!