નેત્રંગમાં વટ સાવિત્રી પર્વની સૌભાગ્યવતી બહેનો દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેઠ સુદ પૂનમ એટલે કે વટ સાવિત્રી પર્વની સૌભાગ્યવતી બહેનો દ્વારા પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તેમજ પરિવારના આરોગ્ય અને તંદુરસ્તી માટે વટ સાવિત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે.

વડને સુતરની આંટી વીંટી પતિના લાંબા આયુષ્ય માટે બહેનોએ વ્રતની ઉજવણી કરી હતી. સૌભાગ્યવતી બહેનોએ એક ટાણા ઉપવાસ કરી વ્રતની ઉજવણી કરી હતી.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









