ભરૂચ જિલ્લામાં આગામી 22મી જૂનના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણી 2025નુ મતદાન યોજાનાર છે. ત્યારે ગતરોજ 9મી જૂને ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લો દિવસ હોય લોકો મોટી સંખ્યા તાલુકા મથકો પર ઉમેદવારી પત્ર ભરવા માટે પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા.

ફાઈલ ફોટો
ભરૂચ જિલ્લાની તાલુકા મુજબ પંચાયતની વાત કરવાંમાં આવે તો 68 ગ્રામ પંચાયતની ટર્મ પૂરી થઈ હતી જ્યારે 145 પંચાયતમાં પેટા ચૂંટણીઓ યોજાનાર છે. આ અંગે તાલુકા મુજબ વધુ વિગતો જોઈએ તો જંબુસરમાં 01 પંચાયતમાં 05 સરપંચ અને 23 સભ્યોએ દાવેદારી નોંધાવી છે.

ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોની તાલુકાવાર આંકડાકીય માહિતી જોઈએ તો આમોદ તાલુકાની ૦૭ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૧૫ સરપંચ અને ૭૬ સભ્યો નોંધાયા છે. વાગરામા 05 પંચાયતમાં ચૂંટણી અને 09 સરપંચ અને 59 સભ્યોએ ફોર્મ ભર્યું છે. ભરૂચમાં 15 ચૂંટણીઓ 42 સરપંચ અને 272 સભ્યોએ ફોર્મ ભર્યા છે. અંકલેશ્વરમાં 16 ચૂંટણીઓ 46 સરપંચ અને 308 સભ્યોએ ઉમેદવારી કરી છે.હાંસોટમાં 10 ચૂંટણીઓમાં 18 સરપંચ અને 95 સભ્યોએ નોંધાયા છે.ઝઘડીયામા 06 ચુંટણીમાં 29 સરપંચ અને 95 સભ્યોએ ફોર્મ ભર્યા છે. વાલીયામા 03 ચૂંટણીઓમાં 12 સરપંચ અને 45 સભ્યોએ ફોર્મ ભર્યા છે અને નેત્રંગમાં 05 પંચાયતની ચૂંટણીમાં 16 સરપંચ અને 82 સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે.આમ મળીને કુલ નવ તાલુકામાં 192 સરપંચ અને 1055 સભ્યોએ પોતાની દાવેદારી નોંધાવી છે.

જ્યારે પેટા ચૂંટણીઓની સરપંચ અને સભ્યોની વિગતો જોઈએ તો જંબુસરમાં 28 ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં 6 સરપંચ અને 27 સભ્યો નોંધાયા છે.આમોદમાં 14 પંચાયતની ચૂંટણીમાં 03 સરપંચ અને 11 સભ્ય, વાગરામા 09 પંચાયતની ચૂંટણીમાં 01 સરપંચ અને 10 સભ્યો,ભરૂચમાં 24 પંચાયતની ચૂંટણીઓમાં 14 સરપંચ અને 33 સભ્યો, અંકલેશ્વરમા 11 ચૂંટણીઓમાં 05 સરપંચ અને 10 સભ્યો,હાંસોટમાં 17 પંચાયતમાં 05 સરપંચ અને 10 સભ્યો,ઝઘડિયામાં 24 ચૂંટણીઓમાં 17 સભ્યો, વાલિયામાં 09 ચૂંટણીઓમાં 10 સભ્યો અને નેત્રંગમાં 09 ચૂંટણીઓમાં 05 સભ્યોએ પોતાની દાવેદારી નોંધાવી છે.આમ પેટા ચૂંટણીઓ માં 34 સરપંચ અને 133 સભ્યો નોંધાયા છે.જોકે ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેદાનમાં કેટલા ઉમેદવાર ચૂંટણી લડશે તે જાણી શકાશે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









