વાગરા મા એક અજીબો ગરીબ ચોરીની ઘટના પ્રકાશ મા આવી છે. સોના,ચાંદી કે રોકડ નહીં પણ વાગરા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સાયખાં ગ્રામ પંચાયતના સરપંચ પદ ના ઉમેદવારના ફોર્મની ચોરી થવા પામી હતી.આ અંગે ની જાણ થતાં જ વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ, કાર્યકરો તેમજ સરપંચ પદના ઉમેદવાર સાથે તાત્કાલિક વાગરા પોલીસ મથકે દોડી જઇ ફરિયાદ નોંધાવી હતી.

ઊંચા શ્વાસે તાબડતોબ નવું ફોર્મ ભરી દાવેદારી નોંધાવવામાં તેઓ સફળ રહ્યા હતા.કોંગ્રેસ કાર્યાલયમાંથી થયેલ ફોર્મની ચોરીને લઈ પંથકના લોકોમાં કુતુહલ સર્જાયુ હતુ.તો બીજી તરફ આવુ કૃત્ય કરનારને ઝડપી પાડવા પોલીસે કમર કસી હતી.પ્રાપ્ત વિગતોનુસાર વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ એ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યુ હતુ, કે આજે સવારે દશ કલાકે મને જાણ થઈ હતી, કે વાગરા સ્થિત મારા પાર્ટી કાર્યાલયમાંથી સાયખાં ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર દિનેશ ભાઈ રાઠોડે ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ.અને તે ફોર્મ કાર્યાલયમાં મૂકેલુ હતુ.જે ઉમેદવારી ફોર્મની ચોરી થઈ જવા પામી હતી.

જેની માહિતી મળતા કોંગી પ્રમુખ અને સાથી કાર્યકરો તાબડતોબ કોંગ્રેસ કાર્યાલય ખાતે દોડી ગયા હતા.જ્યાં જાણવા મળ્યુ હતુ કે ટેબલના દ્રોવરમાં મુકેલ ઉમેદારી ફોર્મ ગાયબ થઈ ગયુ હતુ.ઓફિસમાં શોધખોળ કરવા છતાંય તે નહીં મળી આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યુ હતુ.જેથી તાલુકા પ્રમુખે સાયખાં ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર દિનેશ ભાઈ રાઠોડ તેમજ સાથી કાર્યકરો સાથે વાગરા પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવી હતી.

તદુપરાંત નવ જુન ૧૧ થી ૩ કલાક દરમિયાન ફોર્મ જમા કરવાનું હતુ. જેથી તાત્કાલિક મેં નવું ફોર્મ કલેક્ટ કરી ઉમેદવારી ફોર્મ ભરાવી સબમિટ કરાવ્યુ હતુ.આ વેળાએ પ્રમુખ આસિફ પટેલ સાથે કોંગી આગેવાન સુલેમાન પટેલ,સુરેશ ભાઈ પરમાર,અસ્લમ રાજ, જાબિર મુન્શી,રઘુવીરસિંહ,મુકેન્દ્રસિંહ રાજ, ફિરોજભાઈ,અક્ષયસિંહ (વછનાદ) તેમજ સાયખા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર દિનેશ ભાઈ રાઠોડ સાથે પાંચ સભ્યો સહિત વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો અને ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને આવુ કૃત્ય કરનાર તત્વોને ઝડપી તેના સામે કડક કાર્યવાહીની પોલીસ સમક્ષ માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સાયખાં ગ્રામ પંચાયત ની હદ માં ઉદ્યોગો આકાર લઈ રહ્યા છે.જેથી ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં જીતવા માટે સૌ એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે.ઉદ્યોગ નગરી ની મલાઈદાર પંચાયતને હસ્તગત કરવા સૌ મીટ માંડી ને બેઠા છે.ત્યારે કોઇક હરીફ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યુ હશે ની લોક ચર્ચાએ જોર પકડ્યુ છે.તો બીજી તરફ કેટલાક લોકો આ ઘટના ને કોંગી કાર્યાલય ની ઘોર બેદરકારી સાથે સરખાવી કોંગ્રેસ ના ફુટેલી કારતુસ જેવા કાર્યકર ની જ કરતૂત હોવાનું જણાવી રહયા છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









