વાગરા ના વેંગણી ગામે પાણીની કટોકટી ગંભીર બનવા પામી છે.ગ્રામજનો પાણી વિના વલખાં મારી રહ્યા છે.ચૂંટાયેલા પ્રતિનિધિઓને અનેક રજૂઆતો કરવા છતાં નેતાઓ ના પેટનું પાણી હાલતું નથી.નાગરિકો ની સમસ્યા પ્રત્યે પ્રશાસન દ્વારા આંખ આડા કાન કરાતા પરિણામ શૂન્ય રહેતા જિલ્લા સમહર્તા ને આવેદન પાઠવી વેંગણી ના ગ્રામજનોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામે છેલ્લા દસ વર્ષથી પાણીની તંગી હજી પણ યથાવત છે.ગ્રામજનોએ અનેક વાર રજૂઆત કરવા છતાંય સમસ્યાનું સમાધાન નહી થતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે, પીએચસી સ્કીમ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ હોવા છતાં ગામમાં પીવાનું પાણી મળી રહ્યુ નથી.તંત્ર દ્વારા વારંવાર માત્ર આશ્વાસનોજ આપવામાં આવ્યા છે.

પરંતુ કાર્યવાહી શૂન્ય છે.થોડા દિવસ અગાઉ પાણીની તંગીથી પરેશાન થયેલા ગ્રામજનોએ GIDC માંથી પસાર થતી પાણી ની પાઇપ લાઇનમાં છિદ્ર કરી પાણી લેવાનો પ્રયાસ કર્યો હતો.જોકે તંત્ર દ્વારા તેઓને અટકાવવામાં આવ્યા હતા.આ અગાઉ પણ ગ્રામજનોએ આત્મવિલોપન ના પ્રયાસ સાથે આક્રમક આંદોલનની ચીમકી સાથે વિરોધ નોંધાવ્યો હતો.આક્રોશ વ્યક્ત કરતા ગ્રામજનોએ જણાવ્યુ હતુ, કે “અમે ધારાસભ્યથી લઇ તાલુકા પંચાયત સુધી અવિરત રજૂઆતો કરી છે.તેમ છતાં એક દસકાથી પાણી માટે અમે વલખાં મારી રહ્યા છીએ,” આ બાબતે ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે જો વહેલી તકે પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો અમારે ના છૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

જિલ્લા સમહર્તા ને આવેદન પત્ર પાઠવવા મહિલાઓ,બાળકો સહિત પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.હાલ પાણી ની સમસ્યા ને લઈ ગ્રામજનો મોટી પીડા અનુભવી રહ્યા છે.ત્યારે જોવુ રહ્યુ કે પાણીદાર તંત્ર વેંગણી ગામને કેટલુ જલ્દી પાણી પહોંચાડે છે??? હાલ તો વેંગણી ના નાગરિકો પાણી ની ચાતક નજરે રાહ જોઈ રહયા છે.
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









