સમસ્ત હાડગુડ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને તેમના હોસલા બુલંદ થાય સાથે જ ઉચ્ચ કારકિર્દી નું ઘડતર કરી સમાજોપયોગી બને તે માટે હાડગુડ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે એક ખાસ ઇનામ વિતરણ અને શૈક્ષણિક જાગૃતિ અર્થે કાર્યક્રમ આગામી દિવસોમાં યોજાનાર છે.ઉક્ત કાર્યક્રમ મા જે વિદ્યાર્થીઓ ચાલુ સાલ ધોરણ-૧૦,૧૨ તેમજ ગ્રેજ્યુએટ(સ્નાતક) કક્ષાએ ૭૫ ટકા થી વધુ માર્ક્સ પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા મેળવી હોય તેવા છાત્રો ની સિદ્ધિ ને બિરદાવી તેઓને પ્રોત્સાહન પૂરું પાડવાના શુભ હેતુસર વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ શૈક્ષણિક જાગૃતિ કાર્યક્રમ નું આયોજન હાથ ધરાયુ છે.ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષમાં ૭૫ ટકા થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ ર્સ્પધાત્મક પરિક્ષા પાસ કરી હોય, તેમજ વિશેષ સિધ્ધિ મેળવી હોય તેવા તમામ તેજસ્વી તારલાઓ નું પણ સન્માન કરવામાં આવશે.માટે છાત્રોએ પરિણામની ઝેરોક્ષ કોપી મદની ચેરીટેબલ ટ્રસ્ટ ઓફિસ, મદીના મસ્જીદ પાસે,હાડગુડ ખાતે સવારે ૧૦ થી ૧૨ તેમજ બપોરે ૨ થી ૪ કલાક દરમિયાન જમા કરાવવાની રહેશે.આ ઉપરાંત વધુ માહિતી માટે સૈયદ સલમાન (કેર લેબોરેટરી, આણંદ)

મો-૮૪૬૦૮૭૫૬૮૮ તથા સૈયદ ઇમામઅલી સેક્રેટરી-મદની ચેરીટબલ ટ્રસ્ટ,હાડગુડ,મો-૯૭૨૭૯૨૦૨૭૫ તેમજ સૈયદ હિદાયત કાદરી,મો-૮૦૦૦૫૯૯૦૯૧ પર સંપર્ક સાધી માહિતી મેળવવા અનુરોધ કરાયો છે.તેજસ્વી તારલાઓ એ તેમના પરિણામની ઝેરોક્ષ કોપી તેમજ આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી જમા કરાવવા માટેની છેલ્લી તા.૧૫-૦૬-૨૦૨૫ રહેશે.ઉપરોકત તારીખ છેલ્લી રહેશે. ત્યાર બાદ કોઈપણ પરિણામની ઝેરોક્ષ કોપી સ્વીકારવામાં આવશે નહીં.જેની ખાસ નોંધ લેવા વિદ્યાર્થીઓ ને ટ્રસ્ટ તરફ થી અપીલ કરાઈ છે.
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









