જંબુસર પંથકમાં અસંખ્ય ઇંટ ના ભઠ્ઠા આવેલા છે,તેના માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે મોટા પાયે માટી નું ખનન કરવામાં આવતું હોવાની બુમો સપાટી પર આવી છે.

જંબુસર ના ડાભા થી ગજેરા વાળા રોડ પર આવેલ ઓએનજીસી રોડ વાળા વિસ્તારમાં હાલમાં અસંખ્ય ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે વગર પરવાનગીએ ભુમાફિયાઓ બેફામ માટી નું ખનન કરી રહ્યા ની ફરિયાદો ઉઠી રહી છે.આ ભુ માફિયાઓ સાથે ખાણ-ખનીજ વિભાગ ની મિલીભગત ની ચર્ચાઓ એ પણ જોર પકડ્યું છે.

ભૂસ્તર શાખા ના અધિકારીઓ અચાનક રેડ કરે તો બહુ મોટું ગેરકાયદેસર માટી ખનન નું કૌભાંડ પકડાય તેમ છે.ત્યારે સંબંધિત તંત્ર એક્શનમાં આવી ત્વરિત કાર્યવાહી હાથ ધરે તે જ સમય ની તાતી જરૂરિયાત છે.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









