આગામી દિવસો મા બકરી ઈદનાં તહેવારની ઉજવણી તા.૬ થી તા.૭ જુનના નાં રોજ થશે અને તહેવારનાં દિવસોમાં કતલખાનાની બહાર કોઈ પણ જાહેર કે ખાનગી સ્થળે જુદા-જુદા પશુઓની કતલને કારણે તેમજ જાહેર શેરીઓમાં કે સ્થળ ઉપર દેખાય તે રીતે અન્ય કોઈ પણ પશુની કતલને કારણે સુલેહ શાંતિનો ભંગ થવાનો સંભવ છે અને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબ પગલા લેવા માટે પુરતું કારણ છે તેમજ તાત્કાલિક ધોરણે સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવાનું ઈચ્છનીય છે.ભરૂચ જિલ્લા મેજીસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા ને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબ મળેલ સત્તાની રૂએ કેટલાક પ્રતિબંધ ફતમાવ્યા છે.ભરૂચ જિલ્લાની હદની અંદર કોઈપણ વ્યક્તિએ તા.૬ થી તા.૭ જૂન સુધી (બંને દિવસ સહિત) કતલખાના નાં મકાનની બહાર કોઈ પણ જાહેર સ્થળે જુદા-જુદા પશુઓની કતલ કરવી નહીં, તેમજ ભરૂચ જિલ્લાની હદમાં કોઈ પણ જાહેર સ્થળોમાં દેખાય તે રીતે અન્ય કોઈ પણ પશુની કતલ કરવી નહીં.વધુમાં કોઈપણ વ્યક્તિએ કોઈપણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઈ જવા કે ફેરવવા નહીં.સાથે જ બકરી ઈદ તહેવાર નિમિત્તે કુરબાની પછી જાનવરનાં માંસ, હાંડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા નહી.ઘી બોમ્બે એનિમલ પ્રિઝર્વેશન એકટ, ૧૯૫૪ તથા પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટુ એનિમલ એકટ-૧૯૬૦ થી જે પશુઓની કતલ પર પ્રતિબંધ મુકેલ છે, તે પશુઓની કતલ ખાનગી કે જાહેર સ્થળોએ થઈ શકશે નહિ તેમ જાહેરનામુ ફ્રેમકવાયું છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાનાં ભંગ બદલ ફરીયાદ માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ થી ઉતરતી કક્ષાનાં ન હોય તેવા પોલીસ ખાતાનાં કર્મચારી,અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્રારા મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









