બિરલા કોપર દ્વારા “પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો” થીમ પર વિશ્વ પર્યાવરણ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

બિરલા કોપર દહેજ દ્વારા વિશ્વ પર્યાવરણ સપ્તાહ ૨૦૨૫ ની ઉત્સાહ અને પર્યાવરણીય જાગૃતિ સાથે “પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો” થીમ હેઠળ તા.૧ થી ૫ જૂન સુધી ઉજવણી કરવામાં આવી હતી. એક વિશિષ્ટ કાર્યક્રમ હેઠળ કોપર ક્લબ ખાતે સીડ બોલ તૈયારી પ્રવૃત્તિ માં ૮૦ બાળકો એ ભાગ લઇ ૧૭ જાતના સ્થાનિક બીજનો ઉપયોગ કરીને સીડ બોલ તૈયાર કર્યા હતા.સાથે જ ટાઉનશીપમાં ૭૫ કૃત્રિમ પક્ષી માળાઓની સ્થાપના, સ્થાનિક પક્ષીઓની પ્રજાતિઓ માટે સલામત નિવાસસ્થાનને પ્રોત્સાહન આપવા નો અભિગમ હાથ ધરાયો હતો.

વધુમાં ઓનલાઇન પર્યાવરણીય ક્વિઝ સ્પર્ધા , પરશુરામ બીચ પર બીચ સફાઈ અભિયાન, જેમાં કર્મચારીઓ અને સ્થાનિક ગ્રામજનો – લુવારા અને લખીગામના સરપંચ સહિત લોકોએ રિસાયક્લિંગ માટે આશરે ૧૩૨ કિલો જેટલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કર્યો હતો. તા.૫ મી જૂને સાયકલિંગ રેલી સાથે એક ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં ધ્વજવંદન અને પર્યાવરણીય શપથ લેવામાં આવ્યા હતા,જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાની પ્રતિજ્ઞા લેવાઈ હતી.સરાહનીય પ્રયાસો બદલ કર્મચારીઓને પ્રશંસા પ્રમાણપત્રો નું વિતરણ કરાયું હતું.પર્યાવરણીય થીમ્સ પર ગીતો અને કવિતાઓ સહિત સાંસ્કૃતિક પ્રદર્શન જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં કર્મચારીઓ અને આસપાસના સમુદાયોમાં જાગૃતિ લાવવા પ્રભાવશાળી પર્યાવરણ-મૈત્રીપૂર્ણ પગલાંઓ અંગે ની ફિલ્મ દર્શાવવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ – ભરૂચ દ્વારા ૨૭ મે, ૨૦૨૫ ના રોજ ભાડભુત ગામમાં આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી ના કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી દ્વારા વૃક્ષારોપણ, નદી કિનારાની સફાઈમાં ભાગ લીધો હતો.અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકથી દૂર રહેવા માટે ગ્રામજનો અને બાળકોને શણની થેલીઓનું વિતરણ કર્યું હતું.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!