ભરૂચ જિલ્લામાં ઠેર-ઠેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વન વિભાગ દ્રારા ૩૩૮૬ રોપાઓ નું વાવેતર અને ૧૨૦૦૦ રોપાઓનું વિના મુલ્યે વિતરણ કરાયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાએ વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી કરવામાં આવી હતી.ઝઘડીયા તાલુકાના ઉચ્છબ ગામે નવ નિર્મિત વન કવચનું લોકાર્પણ સાંસદ મનસુખભાઇ વસાવા ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આપ્રસંગે એક પેડ માઁ કે નામ અંતર્ગત સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.તેમજ સામાજીક વનીકરણ વિભાગ ભરૂચ હસ્તકની જુદી-જુદી રેંજોમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચ સામાજીક વનીકરણ વિભાગની તમામ રેંજો દ્વારા તાલુકા કક્ષા એ આવેલ સરકારી ઇમારતોમાં, ગ્રામ પંચાયતોમાં તેમજકંપનીઓમાં વૃક્ષારોપણની કામગીરી કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ૧૬૬૬ લોકોએ ભાગ લીધો હતો. સામાજીક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા કુલ ૩૩૮૬ રોપાઓનું વાવેતર અને કુલ ૧૨૦૦૦ રોપાઓનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ. ભરૂચ જિલ્લામાં ભારત સરકાર દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ના ભાગરૂપે કે.વી.કે.ચાસવડ, આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી વિભાગ તેમજ અન્ય સબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમેં અંકલેશ્વર તાલુકાના ગામોમાં ખેડૂતલક્ષી શિબિર રાખવામાં આવી હતી. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અને નવીન ટેક્નોલોજી, અને વિશ્વ પર્યાવરણ દિવસની વિસ્તૃત માહિતી આપી અને પર્યાવરણ દિવસ નિમિત્તે ગામખાતે વૃક્ષારોપણકર્યું હતું.

કેવીકેના વૈજ્ઞાનિકએ પ્લાસ્ટિકનો વધતો ઉપયોગને કારણે પ્રાણીઓને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પ્લાસ્ટિક આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે પણ ઘાતક સાબિત થઈ રહ્યા છે. જેથી પ્લાસ્ટિક પ્રદૂષણને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. ડૉ.વી.કે.પોશિયાએ પ્રાકૃતિક ખેતી થકી ખેતી ખર્ચ ઘટાડવા વિશે જાણકારી આપી. આકાર્યક્રમમાં ભરૂચમાં સ્થિત, સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ICAR)ના ડાયરેક્ટર ડૉ,અનિલ ચીંચમાલતપુરે, વૈજ્ઞાનિક મોનિકા સુકલા,એમ.એલ.પટેલ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા એમ એમ પટેલ, ડૉ. લલીત એમ પાટિલ, જિલ્લાના કૃષિ અને સંલગ્ન વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીશ્રીઓ હાજર રહી વિષયવારમાહિતી ઉપસ્થિતખેડૂતોને આપી હતી.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!