વિશ્વ પર્યાવરણ દિન તા-૫ મી જૂનની ઉજવણીના ભાગરૂપે, દિપક કેમટેક લિમિટેડ (દિપક ગ્રુપ) અને જીઆઇડીસી ના સંયુક્ત ઉપક્રમે દહેજ ખાતે મોટાપાયે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિન ની ઠેક ઠેકાણે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.આ તબક્કે પ્રદુષણ મુક્ત ભારત અભિયાન ચલાવાઈ રહ્યું છે,ત્યારે બંને સંસ્થાઓ વચ્ચે થયેલા એમઓયુ મુજબ, કુલ ૪૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૧૮,૦૦૦ વૃક્ષો રોપવાની યોજના છે. જો કે આજ ના કાર્યક્રમમાં પ્રથમ તબક્કા મા ૩,૦૦૦ વૃક્ષોનું વાવેતર સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

ઉક્ત કાર્યક્રમમાં દિપક ગ્રુપની કંપનીઓ દિપક નાઈટ્રાઈટ લિમિટેડ, દિપક ફીનોલેક્સ લિમિટેડ અને દિપક કેમટેક લિમિટેડ ના કર્મચારીઓ તેમજ જીઆઇડીસી, જીપીસીબી, દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો તથા આસપાસની કંપનીઓ જીએસએલ, નોસીલ, અને જીએફએલના અધિકારીઓ અને કર્મચારીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









