અંકલેશ્વર ના ગડખોલ નજીક આવેલ શ્રીજી નગર સોસાયટી માં તસ્કરો એ એક મકાન ને નિશાન બનાવી મોબાઈલ અને લેપટોપ ની ચોરી કરી ફરાર થઇ જતા બી ડિવિઝન પોલીસે તપાસ શરુ કરી છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ શ્રીજી નગરમાં રહેતા પ્રવીણ કુમાર ચૌધરી પોતાનો રૂમ બંધ કરી સુઈ ગયા હતા. દરમ્યાન સવારે ઉઠતા તેમણે મોબાઈલ અને લેપટોપ જોતા તે ગાયબ જણાયા હતા.

તેઓએ ઘરમાં શોધખોળ કરવા છતાં મળી આવ્યા ન હતા. તેમણે મોબાઈલ અને લેપટોપની ચોરી થઇ હોવાનું જણાતા તેમણે બી.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ,પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









