ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લીમ સમાજ દ્વારા UCC અને વકફ બિલ નો શાંતિપૂર્ણ રીતે ઘરણા યોજી વિરોઘ પ્રદર્શન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એપીએમસી માર્કેટ સામેના ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ સમાજે વકફ કાનૂન અને યુનિવર્સલ સિવિલ કોડના વિરોધમાં શાંતિપૂર્ણ મૌન ધરણા કરી વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ucc અને વકફ બિલ નો દેશભર મા ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.ત્યારે રાજ્ય સરકારે વકફ તેમજ સમાન સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત કરાતા મુસ્લિમ,આદિવાસી તેમજ દલિત સમાજે વિરોધ કર્યો છે.સરકાર મુસ્લિમ સમાજ નાં બંધારણીય અધિકારો છીનવી લેવાની પેરવી કરી ucc કાનૂન લાવી રહી હોય તેનો મુસ્લિમ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજે ભરૂચ બહુજન મુસ્લિમ હિત રક્ષક સમિતિ,ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ અને સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા એકજુથ થઈ બંને કાયદા નો વિરોધ નોંધાવવા શાંતિપૂર્ણ ધરણા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં ભરૂચ જિલ્લાના મસ્જિદ-મદ્રસા તેમજ દારૂલ ઉલુમ અને દરગાહ ના સંચાલકો,આલીમો,મુફ્તીઓ સહિત ધાર્મિક વિદ્વાનો સહિત મુસ્લિમ અગ્રણીઓ અને તમામ રાજકીય પક્ષના આગેવાનો એ હાજર રહી વિરોધ નો શૂર પુરાવ્યો હતો.વિવિધ બેનર અને પોસ્ટરો અને પ્લેયકાર્ડ સહિત યોજાયેલ ધરણા ના કાર્યક્રમ મા મૌન રીતે નારા કે સૂત્રોચ્ચાર વિના શાંત રીતે ધરણા યોજી જોરદાર વિરોધ વ્યક્ત કરાયો હતો.

સરકારે પુ.સી.સી અને વકફ કાનુન લાગુ કરવાની જાહેરાત કરાયા બાદ તેનો સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે.ભરૂચ ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં હાજર લોકો એ સંવિધાન બચાવવા અને બંધારણીય અધિકારોની રક્ષા કાજે સંકલ્પ કરી પ્રતિજ્ઞા પણ લીધી હતી.વધુમાં સમાજ પોતાના ધર્મ, સંસ્કૃતિ અને હક્કોની જાળવણી માટે સંવેધાનિક રીતે સંઘર્ષ ચાલુ રાખશે નો નીર્ધાર વ્યકત કર્યો હતો.આ કાર્યક્રમ મા સમાજના આગેવાનો અને ધાર્મિક નેતાઓએ બંધારણીય હક્કોની રક્ષા કરવાની માંગણી સાથે કેન્દ્ર સરકારને તેમની નીતિઓ પર પુનર્વિચાર કરવા અપીલ કરી હતી.સતત ત્રણ કલાક જેટલા સમય સુધી ચાલેલા ધરણા પ્રદર્શન માં જિલ્લાભર માંથી હજારો લોકો ઉમટી પડ્યા હતા.

જેમાં મહિલાઓ ની હાજરી પણ નોંધપાત્ર રહેવા પામી હતી.અનિચ્છનીય બનાવ ને ટાળવા તકેદારી ના ભાગરૂપે ભરૂચ પોલીસ તંત્ર તરફથી ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.અંતમા દેશ માં શાંતિ સલામતી અને કૌમી એખલાસ જળવાઈ રહે તે માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી.

સૈયદ અમજદ (બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!