આમોદ ના સરભાણ ગામ ની સીમમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આમોદ પોલીસને કેમિકલ માફિયાઓ ને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી.સરભાણ ગામે કેમિકલ વેસ્ટનો નિકાલ કરનારા ચાર ઈસમો ને પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.ઝડપાયેલ કેમિકલ વેસ્ટ અંકલેશ્વર ની સીધ્ધી સમ્રાટ ડાય કેમિકલ પ્રા.લી.હોવાની વિગતો સપાટી પર આવી છે.આમોદ પોલીસે કંપનીના બે શેઠિયાઓની પણ ધરપકડ કરી હતી.ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા ના સરભાણ ગામની સીમમાં કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવતા ઉકત બનાવ માં સંડોવાયેલા ચાર આરોપીઓ ની પોલીસે ધરપકડ કરતા કેમિકલ માફિયાઓ મા ગભરાટ નો માહોલ છવાઈ જવા પામ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પોલીસ સ્ટેશન તાબેના સરભાણ ના બનાવ સંદર્ભે પોલીસે તપાસ નો ધમધમાટ તેજ બનાવતા ટેન્કરમાંથી મળી આવેલ હેઝાર્ડ વેસ્ટ ની એફ.એસ.એલ.ચકાસણી દરમિયાન એસીડિક માત્રા જણાઇ આવી હતી.સાથે જ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસણીમાં પણ એસીડિક માત્રાનું પ્રમાણ બહાર આવ્યું હતું.પોલીસે જી.એસ.ટી. બીલોની તપાસ કરાવતા બીલ તદ્દન ખોટા હોવાનું પણ બહાર આવ્યું હતું.આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ખોટા જીએસટી બિલ બનાવી કેમિકલ વેસ્ટ નો નિકાલ કરતી અંકલેશ્વરની સિદ્ધિ સમ્રાટ કેમિકલ કંપની સામે આ મામલે આમોદ પોલીસ મથકે ઇ.પી.કો. ૨૭૭, ૨૮૪, ૩૩૬, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) તથા પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમ-૧૫, ૧૬ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો..જો કે આરોપીઓ ને ઝડપી પાડવામાં પોલીસને સફળતા સાંપડી છે. પોલીસે સદર ગુના ના આરોપી અને સિદ્ધિ સમ્રાટ કેમિકલ કંપનીના માલિક ધવલભાઇ કાંતીભાઇ કંટારીયા હાલ રહેવાસી-૧૬, ગજાનંદ પાર્ક અંબાલાલ પાર્કની બાજુમાં ઝાડેશ્વર ભરૂચ મુળ રહે-લાલપુર, જી-જામનગર તેમજ નિલેશભાઇ જમનાદાસ ભુત હાલ રહે-બી/૨૦૧, શીવદર્શન ફ્લેટ, માનવ મંદીરની નજીક, GIDC અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે-આંબાવાડી, કેશોદ તા.કેશોદ જી.જુનાગઢ અને હેઝાર્ડ વેસ્ટ ભરનાર ઓપરેટર જયંતીભાઇ જેસંગભાઇ ધામોર રહે-અંકલેશ્વર તથા હેઝાર્ડ વેસ્ટ નિકાલ કરનાર ટ્રક ડ્રાઇવર આનંદભાઇ નટવરભાઇ પરમાર રહેવાસી -બી/૮, અમરનાથ પાર્ક સોસાયટી, ટી.પી.રોડ, ગોત્રી, વડોદરા ની ધરપકડ કરી છે.નોંધનીય બાબત એ છે કે ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર હેઝાર્ડ વેસ્ટ નિકાલની પ્રવૃતિઓ કરનાર ને થોભી જવા અપીલ કરાઈ છે.
આરોપી ટેન્કર ચાલક આનંદ પરમાર નિવૃત પોલીસ કર્મી નો પુત્ર….???
પોલીસે ધરપકડ કરેલ આરોપીઓ પૈકી ગોત્રી નો ટેન્કર દ્રાઈવર અને કેમુકલ વેસ્ટ નો ગેરકાયદે નિકાલ કરનાર આનંદ પરમાર નિવૃત પોલીસ કર્મી નો પુત્ર હોવાની માહિતી આધારભૂત સૂત્રો થકી સાંપડી છે.નોંધપાત્ર વિગત છે કે જ્યારે આમોદ પોલીસ આરોપી ટેન્કર ચાલક આનંદ પરમાર ને લેવા ગોત્રી પોલિસ મથકે પહોંચી ત્યારે પોલીસ સ્ટેશને પણ આનંદ પરમારે આમોદ પોલીસ જવાનો સાથે રોફ જમાવી તોછડું વર્તન કર્યું હતું.વધુ માં આમોદ પોલીસ મથકે કરવાની થતી કાયદેસર ની કાર્યવાહી ગોત્રી પોલીસ સ્ટેશને જ પતાવી દેવા આનંદ પરમારે પોલીસ પર દબાણ કર્યું હોવાની ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઇ છે.વધુમાં આનંદ ને ગોત્રી પોલીસ મથકમાં લોકપ માં રાખવાને બદલે વતાનુકુલીત રૂમ માં સ્પેશિયલ વીઆઇપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હોવાની ચર્ચાઓ એ પણ જોર પકડ્યું છે.
સૈયદ અમજદ (બાપુ)









