સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ડિજિટલ સ્ત્રી મંચ દ્વારા સુરત મહાનગરપાલિકાના રૂસ્ટમપુરા કોમ્યુનિટી હોલ ખાતે કાર્નિવલ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સર્વ ધર્મના મહિલાઓ માટે ફ્રી એક્ઝિબિશન, મહેંદી કોમ્પીટીશન, કૈક કોમ્પિટિશન, મેકઅપ ડેમો, મેકઅપ કોમ્પિટિશન, બુરખા ફેશન શો, હિજાબ ડેમો, હેર સ્ટાઈલ કોમ્પિટિશન, અને બાળકો માટે વિવિધ રમતો કોમ્પિટિશન તમામ પ્રકારની સ્પર્ધાઓ એક જ મંચ પર યોજવામાં આવી હતી. ફ્રી એકિઝબિશન જેમાં અમદાવાદ, ભરૂચ, બરોડા, નવસારી તેમજ મહારાષ્ટ્રના મુંબઇથી વિવિધ કલેક્શન રિઝનેબલ પ્રાઈઝથી રાખવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. સાથેજ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મિસ તરંનુમ પણ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. આયોજિત કાર્યક્રમમાં સન્માન સમારોહ તથા કોમ્પિટિશનના વિજેતાઓ, બાળકો અને મહિલાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

જેમાં ભરૂચ જિલ્લાનું નામ પણ રોશન થવા પામ્યું હતું. સુરત ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ગેસ્ટ તરીકે હાજર રહેલા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામના મેકઅપ આર્ટિસ્ટ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એવા સબિહા ભટ્ટીનું પણ મિસ તરંનુમના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જે ખરેખર ભરૂચ જિલ્લાની સાથે-સાથે ભટ્ટી સમાજ માટે પણ ગૌરવની ક્ષણ ગણી શકાય. સબિહા ભટ્ટીનું સન્માન બદલ ચૌમેરથી તેઓના ચાહકો તેમજ સગા સબંધીઓ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
સદ્દામ બી. ભટ્ટી ડિજિટલ યુગ ભરૂચ,









