ભરૂચ જીલ્લામાં દાખલ થયેલ ક્રુડ ઓઇલ પાઇપલાઇન ઉપર ખાડો ખોદી પાઇપ લાઇન મા પંચર કરી, વાલ્વ બેસાડી ફુડ ઓઇલની ચોરી કરી રાષ્ટ્રીય સંપતિ પાઇપ લાઇનને નુકશાન કરી નાસતા- ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા મળેલ સુચના અને માર્ગદર્શન ને આધારે પોલીસ ઇન્સપેક્ટર એ.એ.ચૌધરી એ તેમની ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ ક્રુડ ઓઇલ પાઇપ લાઇનમાંથી પંકચર કરી ઓઇલ ચોરી કરી નાસતા ફરતા વોન્ટેડ આરોપી ને પકડી પાડવા સુચના આપતા નબીપુર પોલીસ સ્ટેશન ખાતે બી એન એસ ની વિવિધ કલમ તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટની કલમ ૩ અને ૭ તથા પેટ્રોલીયમ એન્ડ મિનરલ પાઇપ લાઇન એક્ટ ની કલમ ૧૫(૧) તથા ૧૫ (૨) મુજબનો ગુનો એસ.ઓ.જી.ભરૂચ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીઓ અલગ અલગ જિલ્લામાં છુપાઇ પોલીસ ધરપકડથી બચવા નાસતા ફરતા હોતા. જેથી એસ.ઓ.જી.ભરૂચ પોલીસ ની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સથી ઉડાણપુર્વકની તપાસ હાથ ધરી હતી.પોલીસ ટીમમાં એ એસ આઈ ગીરીશભાઇ રવિન્દ્રભાઈ, કો. શૈલેષભાઇ,પો.કો. સુરેશભાઇ તથા પો.કો. મો.ગુફરાન શામેલ થયા હતા.જેમણે વોન્ટેડ આરોપી ઇમ્તિયાઝ એહમદ પટેલ ઉર્ફે દેડકા ઉ.વ.૪૦ રહે. આછોદ પાણીની ટાંકી પાસે,તા.આમોદ જી.ભરૂચ તેમજ વિજય ઉર્ફે મુન્નો ગણપતભાઇ ગોહીલ ઉ.વ.૪૫ રહે.સી-૧૩, સ્વામીનારાયણ સોસાયટી ભાઇલી રેલ્વે સ્ટેશન પાસે તા.જી.વડોદરા મુળ રહે.અખોડ તા.વાગરા જી.ભરૂચ ને ઝડપી પાડયા હતા.ઉલ્લેખનીય છે કે આછોદ ના ઈમ્તિયાઝ અહેમદ પટેલ ઉર્ફે દેડકા વિરુદ્ધ વાગરા પોલીસ મથકે ત્રણ ગુના જ્યારે આમોદ પોલીસ સ્ટેશને ત્રણ અને નબીપુર પોલીસ મથકે એક ગુનો મળી અલગ અલગ કુલ સાત ગુના નોંધાયેલ છે.તો બીજી તરફ વિજય ઉર્ફે મુન્નો ગણપતભાઇ ગોહીલ સામે વાગરા પોલીસ સ્ટેશને બે ગુના તેમજ નબીપુર પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાયેલ હોવાની વિગતો પોલીસ સૂત્રો પાસે થી પ્રાપ્ત થઈ હતી.
સૈયદ અમજદ (બાપુ)









