ઉમલ્લા પોલીસ અને ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડે સંયુક્ત ઓપરેશનમાં છ વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જીલ્લાનાં ઝઘડિયા ના ઉમલ્લા પોલીસ મથક ના એક ગુનામાં છેલ્લા ૬ વર્ષ થી ફરાર આરોપી ને ઉમલ્લા પોલીસ તેમજ ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડે હાથ ધરેલ સંયુક્ત ઓપરેશનમાં નાંદોદ તાલુકા ના તવડી ગામના રેલવે નાળા પાસે થી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી કરવા ઉચ્ચ કક્ષાએ થી મળેલ સુચના અનુસંધાને ઝઘડીયા ડિવીઝન ના ડીવાયએસપી એ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપતા ઉમલ્લા પોલીસ નાસતા ફરતા આરોપીઓ ને શોધી કાઢવા પ્રયત્નો મા લાગી હતી.

 

ઉમલ્લા પોલીસ સ્ટેશન ના વર્ષ ૨૦૧૯ ના પ્રોહિબિશન એકટ ના ગુનાના વોન્ટેડ આરોપી દિનેશભાઇ શાંતીલાલ વસાવા રહે.ચિત્રોલ,તા.નાંદોદ જી.નર્મદા તવડી ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ રેલ્વે નાળા પાસે આવવાનો હોવાની બાતમી મળતા પોલીસ ઈન્સપેક્ટર કે.એમ.વાઘેલા તથા ઉમલ્લા પોલીસ ટીમના હરેશભાઇ તથા નિરંજનભાઈ તેમજ લખનભાઈ અને પેરોલ ફર્લો પોલીસ ટીમના ભોપાભાઇ ગફુરભાઇ સાથે આશીષભાઇ સદર બાતમી વાળી જગ્યાએ વોચમાં હતા તે દરમ્યાન બાતમી વાળો ઇસમ દિનેશ વસાવા આવી પહોંચતા તેને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહિ કરવામાં આવી હતી.

સૈયદ અમજદ (બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!