જંબુસર અને આમોદમા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચના આમોદ તેમજ જંબુસર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન યોગ સેવક શિશપાલજીના માર્ગદર્શન હેઠળ યોગના અમૃતકાલ અંતર્ગત ગામેગામ યોગ અને હર ઘર યોગના સૂત્રને સાર્થક કરવાના હેતુથી ભરૂચ જિલ્લાના જંબુસરમાં કબીર મંદિર, કાવા ભાગોળ અને આમોદ ખાતે સત્યનારાયણ મંદિર, કાછિયા પટેલની વાડીમાં હરિપ્રબોધનના આગેવાન મિલિંદભાઈ દ્વારા યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યોગ સંવાદમાં ભરૂચના કોર્ડીનેટર ભાવિની ઠક્કરે જીવનમાં યોગનું મહત્વ શું છે, યોગ જીવનમાં કેમ જરૂરી છે. યોગનો શું ફાયદો છે વગેરે જેવી બાબતો પર પ્રકાશ પાડયો હતો. તેમજ સોશિયલ મીડિયા થકી યોગ સાથે જોડાઈને ઘરે બેઠા યોગનો કેવી રીતે લાભ મળે તે સમજાવ્યું હતું. યોગ સંવાદમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. અને યોગ શિક્ષક તેમજ યોગ ટ્રેનર બનવા માટે સંકલ્પ લીધો હતો. બધા લોકોએ મળીને જંબુસર અને આમોદને યોગમય બનાવી ને રોગમુક્ત બનાવવા માટે સંકલ્પ લીધો હતો.

સદ્દામ બી. ભટ્ટી 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!