આમોદ ના સમની ગામે મંજૂરી વિના માટી ખોદકામ ના ખેડૂતો ના આક્ષેપ થી સર્જાયો વિવાદ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદના સમની ગામે રેલવે ના ઇજારાદાર થકી ખેડૂતો ની પરમિશન વિના માટીખોદકામ કરાતા હોવાના ખેડૂતો ના આક્ષેપ ને પગલે વિવાદ નો મધપૂડો છંછેડાયો છે.રેલવેના ઇજારદારે ખાણ ખનીજ વિભાગ ની પરવાનગી લીધા પહેલાં જ માટી નું ખોદકામ કર્યું હોવાના આક્ષેપો ધરતીપુત્રો એ કર્યા છે.

આમોદ તાલુકાના સમની ગામે સમની-જંબુસર વચ્ચે નિર્માણ પામી રહેલ રેલવે લાઈન ના કામ માટે જરૂરી માટે  રેલવેના ઇજારદાર દ્વારા સમની ગામે વિવિધ મશીનરી દ્વારા માટી ખોદકામ કરવામાં આવ્યુ હતું.પરંતુ આસપાસના ખેડુતો ની મંજૂરી લીધા વગર જ માટી ખનન કરવામાં આવ્યા ના આક્ષેપોને પગલે વિવાદ નો વમળ સર્જાયો હતો.

આમોદ – જંબુસર વચ્ચે નખાતી રેલવે લાઈન માટે હજારો મેટ્રિક ટન માટીની જરૂરીયાત હોઈ જે બાબતે રેલવે દ્વારા હિટાચી મશીનથી માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.પરંતુ આજુબાજુના ખેડુતોની મંજૂરી વગર ખોદકામ થતાં ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

રેલવેના ઇજારદાર દ્વારા ૧૦ મી એપ્રિલના રોજથી જ માટી ખોદકામ કરવામાં આવ્યુ હતું. પરંતુ રેલવેના ઇજારદાર પાસે ૧૧ એપ્રિલના રોજ ની ભરૂચ ભૂસ્તર વિભાગની પરવાનગી હતી.જેથી ભરૂચના ભૂસ્તર વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહયાં છે.આ બાબતે ખેડૂતોએ આમોદ મામલતદાર ને જાણ કરતાં મામલતદારે આ બાબતે પોતે અજાણ હોવાની વાત કહી હતી.ખેડૂતોએ મંજૂરી વગર માટી ખનન થતું અટકાવવા રજૂઆત કરવામાં આવી હતી.

સદ્દામ બી.ભટ્ટી

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!