ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ ની બેઠક મા કરોડો ના વિકાસલક્ષી કામો ને મંજુરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ (બોડા)ના ચેરમેન અને ભરૂચ કલેકટર ના અધ્યક્ષ સ્થાને તા.૯ એપ્રિલ ના રોજ બોર્ડ બેઠક યોજવામાં આવી હતી. જેમાં બૌડા વિસ્તારમાં વિકાસલક્ષી કામગીરી પર મંજુરી ની મહોર મારવામાં આવી હતી.જેમાં તવરા ગામ વિસ્તારમાં સરકાર દ્વારા મંજુર કરેલ ટી.પી. સ્કીમ (ડ્રાફ્ટ ટી.પી.) અંતર્ગત નગર રચના અધિકારી ને આયોજનલક્ષી સુચનો પાઠવવા મંજુરી આપેલ છે જેનાથી પ્રારંભિક યોજના બનાવવાની કામગીરીને વેગ મળશે તથા નગર રચના યોજનામાં સુચવેલ ૧૦૯.૭૧ હેક્ટરમાં વિવિધ હેતુ માટે જેવા કે, સામાજિક અને આર્થિક નબળા વર્ગને રહેવા માટેના એકમો બનાવવાની જગ્યા, બાગ-બગીચાઓ, સામાજિક માળખાઓની સુવિધા માટેની જગ્યા, રહેણાંક તથા વાણિજ્ય વેચાણ માટેના સત્તામંડળને સંપ્રાપ્ત થતા રીઝર્વેશનો રાખેલ જમીનો વિવિધ સુવિધાઓ માટે ઉપલબ્ધ થશે.

જ્યારે તવરા ટી.પી. વિસ્તારમાં ડ્રાફ્ટ ટી.પી. રોડના કબજા મેળવી વિકાસની દ્રષ્ટિએ મુલ્યાંકન કરતા પ્રાથમિકતાના ધોરણે ત્રણ ટી.પી. રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે અંદાજિત રૂ.૫૦ કરોડના ખર્ચને મંજુરી આપવામાં આવેલી છે.સાથે જ જી.એન.એફ.સી. ચોકડી થી તવરા શુક્લતીર્થ રોડને જોડતો અંદાજિત ૩ કિ.મી. નો ટી.પી. રસ્તો તેમજ ટી.પી.સ્કીમ તવરાની પશ્ચિમ હૃદને સમાંતર કેનાલની લાગુમાં ૨૪ મીટરનો અંદાજિત ૧.૫.કિ.મી.નો ટી.પી. રોડ,તવરા-શુક્લતીર્થ રોડથી ગાયત્રી સ્કુલ થઈ કેનાલ તરફ જતો ૧૮ મીટરનો અંદાજિત ૨.૬૦ કિ.મી.નો ટી.પી.રોડ અને શ્રવણ ચોકડીથી ગેઈલ કોલોની તરફ જતા રસ્તાને કોંક્રીટ રોડ બનાવવા માટે અંદાજિત ૮.૩૧ કરોડની મંજુરી આપવામાં આવી છે.વધુમાં માતરીયા તળાવ ગાર્ડન ૭ કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવેલ છે. માતરીયા ગાર્ડન વિસ્તારમાં મુલાકાતીઓની સલામતી અને સુરક્ષા માટે સિક્યુરીટી સર્વિસ એજન્સીની નિમણૂંક કરવા તેમજ માતરીયા તળાવ ગાર્ડન સહિત બૌડા હસ્તક તથા સંચાલિત બૌડા કચેરી નજીકના બેંચ માર્ક ગાર્ડન તેમજ નર્મદા મૈયા બ્રિજ નીચે બોડા સર્કલની ઈલેક્ટ્રીકને લગતી સમસ્યાના નિવારણ માટે પણ એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટથી એજન્સીની નિમણુંક કરવા મંજુરી આપવામાં આવી છે.

ઝાડેશ્વર ખાતે તળાવના નવીનિકરણ, બ્યુટીફીકેશન અપગ્રેડેશનની કામગીરી માટે અગાઉ રૂ.૪.૦ કરોડની મંજુરી આપવામાં આવેલ છે. હાલમા અંદાડા ખાતે તળાવના નવીનિકરણ, અપગ્રેડેશન અને બ્યુટીફીકેશનની કામગીરી માટે સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.ઝાડેશ્વરથી તવરા સુધીના રોડની કામગીરી અંતર્ગત ૨૨.૯૬ કરોડની ફાળવણી કરેલ છે. સદર રસ્તાની આસપાસ વરસાદી પાણીના નિકાલ માટે પાઈપ ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, બોક્ષ કલ્વર્ટ તેમજ તવરા મુકામે જંક્શન બનાવવા વધારના અંદાજિત ૧૫ કરોડના ખર્ચ ને મંજુરી આપવામાં આવી છે.નર્મદા મૈયા બ્રીજ ઉપર ઈલેક્ટ્રીક વિજપોલ અને લાઈટ સમારકામ માટે વાર્ષિક અંદાજિત રૂ.30 લાખની રકમના ખર્ચને ફાળવવાની મજુરી આપવામાં આવી છે.બૌડાના વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રને મંજુરી આપવામાં આવી જેમાં આગામી વર્ષમાં થનાર વિકાસના કામો પૈકી ૬૦ કરોડના નવીન રોડ રસ્તાઓના કામો માટે મંજુરી આપવામાં આવી હતી.અત્રે નોંધપાત્ર છે કે બૌડાની મળેલ બોર્ડ બેઠકમાં વિવિધ પ્રજાલક્ષી વિકાસના કામો અંગે અંદાજિત ૬૦ કરોડના માતબર રકમના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!