પાલેજ ના ચિશ્તીયા નગર સ્થિત હજરત સૈયદ મોટમિયા સરકારના આસ્તાના પર ઉર્ષ નિમિત્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.બે દિવસ ચાલનાર ઉર્સ નો પ્રારંભ, સૈયદ સલીમુદ્દીન ચિશ્તી, સૈયદ મોઇનુદ્દીન ચિશ્તી, ડૉકટર સૈયદ મતાઉદ્દીન ચિશ્તી તેમજ સૈયદ ફરીદ ચિશ્તી ના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના પાલેજ ના ચિશ્તીયા નગર ખાતે આવેલ હજરત સૈયદ મોટમિયા સરકાર ની દરગાહ પર સંદલ શરીફની વિધી યોજાઈ હતી.ઉર્ષ પ્રસંગે હિંદુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કોમી એકતા અને ભાઈચારા ના પ્રખર હિમાયતી, ઘેર ઘેર ગાયો પાળો નો બોધ આપનાર, વ્યસન મુક્તિના પ્રણેતા અને માનવસેવા ના ભેખધારી સૈયદ મોટામિયા સરકાર ના બે દિવસીય ઉર્સ શરીફ ની શ્રધ્ધાભેર ભવ્ય શરૂઆત થઈ હતી.હજરત ના ઉર્ષ પ્રસંગે મજાર ને રોશની ના ઝગમગાટ થી શણગારવામાં આવ્યો હતો.

શુક્રવારે સાંજે અસરની નમાઝ પછી સંદલ શરીફ ની સાથે તેઓના નિવાસ સ્થાને થી ઝુલુસે પ્રસ્થાન કર્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં સરકાર ના અનુયાયીઓ તેમજ અકીદત મંદો જોડાયા હતા. ઝુલુસ દરગાહ પર પહોંચતા સાદાતે કિરામ તેમજ અકીદતમંદો ની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.

મજાર ખાતે દૂરૂદો સલામ પેશ કરવામાં આવી હતી.વધુમાં ફાતેહાખ્વાની તેમજ દેશમાં અમન ચૈન સુખ શાંતિ અને સલામતી ની સાથે ભાઈચારો અકબંધ રહે તે માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. ઉર્ષ ટાણે ઉપસ્થિત શ્રધ્ધળુઓ એ દરગાહ શરીફ પર પહોંચી રોઝા મુબારક પર ગિલાફ તેમજ ફૂલો ની ચાદર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

સૈયદ અમજદ(બાપુ)









