ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડે ચોરી ના ગુનામાં છેલ્લા ૧૦ વર્ષ થી નાસ્તા-ફરતા આરોપી ને નેપાળ દેશ ની સરહદ પર થી ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉચ્ચ અધિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન અનુસાર ભરૂચ પેરોલ ફર્લો સ્કૉડ પોલીસ દ્વારા પેરોલ, ફર્લો જમ્પ ફરારી આરોપી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જે અનુસંધાને ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.દરમિયાન પોલીસ ઇન્સપેક્ટર એ.કે.જાડેજા ના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડનીટીમનામાણસોએ.એસ.આઇ.અજયભાઇ,અ.હે.કો.મગનભાઇ, હે.કો. રાકેશભાઇ,અ.પો.કો. પિન્ટુસિંહ તથા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ પકડવા ઉત્તરપ્રદેશ ખાતે તપાસમાં ગઇ હતી. ત્યાં જઇ ખાનગી બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશન ના ચોરીના ગુના મા છેલ્લા દશ વર્ષ થી નાસતા ફરતા આરોપી અલ્તાફખાન બાદશાહખાન પઠાણ રહે.અંકલેશ્વર,અંસાર માર્કેટ જી.ભરૂચ મુળ રહે.ગામ જાંદરીયા તા.તુલસીપુર જી.બલરામપુર (ઉત્તરપ્રદેશ)ને નેપાળ દેશ નજીક ઉત્તરપ્રદેશ ના ઉતરોલા ખાતે થી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો.
સૈયદ અમજદ(બાપુ)









