ભરૂચ જિલ્લા ના આંગણવાડી કેન્દ્રો ખાતે માતા અને બાળકો સાથે ઊજવાયું પોષણ પખવાડિયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકામાં મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈસીડીએસ કાર્યક્રમ હેઠળ પોષણ પખવાડિયાના વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૨ એપ્રિલ સુધી યોજાનાર પોષણ પખવાડિયામાં જન આંદોલનન થકી પોષણ અને આરોગ્ય વિશે જાગૃતિ ફેલાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.ભરૂચ જિલ્લાના ૯ તાલુકાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં માતા અને બાળકના વૃદ્ધિ, દેખરેખ માટેની જાણકારી, પોષણ જાગૃતિ અભિયાન, માતા અને બાળ આરોગ્ય પર સમુદાય-આધારિત કાર્યક્રમો તથા સંતુલિત પોષણ માટે પરંપરાગત આહારને જોડતા વર્કશોપ યોજાયા હતા.ત્યારબાદ પોષણ પખવાડા અંતર્ગત પોષણના શપથ લેવાની સાથે બાળતુલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોના વજન અને ઊંચાઈની માપણી કરી વાલીઓને બાળકોની શારીરિક સ્થિતિ વિશે સમજ આપવામાં આવી હતી.

આંગણવાડી કેન્દ્રોમાં ધાત્રી માતા અને તેમના ઘર-પરિવારની મુલાકાત લઈ આ લાભાર્થીઓને પોષણ વિશેની જરૂરી સમજ આપી જંક ફૂડ ટાળવા વિશેનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ, આ ગરમીમાં બાળકોને લૂથી બચાવવાના ઉપાયોની પણ ચર્ચા કરવામાં આવી હતી.

સૈયદ અમજદ (બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!