રમજાન માસમાં સર્વે મુસ્લિમ બિરાદરો રોજા રાખી ઇસ્લામ ના મહત્વ ના ફર્જ ને અદા કરે છે.ત્યારે ડાભા માં રહેતા મલેક સદ્દામ ના બે નાના પુત્રો એ રમજાન માસના પૂરા રોજા રાખી અન્ય લોકો માટે દ્રષ્ટાંતરૂપ બન્યા હતા. જંબુસર તાલુકાના ડાભા ગામના મેલેક સદ્દામ ના બે નાના દીકરાઓ એ સમગ્ર રમઝાન માસ ના રોઝા રાખી ખુદાની બંદગી કરી હતી.

ડાભા ના મલેક સદ્દામ ના પુત્રોએ મલેક શિફા ઉ.વ.૯ વર્ષ અને બીજા દીકરા મલેક સરહાન ઉ.વ.૧૦ એ અસહ્ય ગરમીમાં ભૂખ તરસ ની પરવાહ કર્યા વિના રબ ને રાજી કરવા રમજાન માસ ના તમામ રોજા રાખી ઈબાદત ગુજારી હતી.સાથે સાથે દેશ અને દુનિયામાં અમન અને ચૈન, શુખ શાંતિ કાયમ રહે તે માટે વિશેષ દુઆ કરી હતી.બન્નેવ બાળકો એ નાની વયે પવિત્ર રમજાન માસના પુરા રોજા રાખી અન્ય બાળકો માટે પ્રેરણારૂપ બનવા પામ્યા છે.સમગ્ર રમજાન માસ ના રોજા રાખનાર બન્ને બાળકો ને રોજા રાખવા બદલ કુટુંબીજનો તેમજ સગાસંબંધીઓ અને સ્નેહીજનો તરફ થી મુબારકબાદી પાઠવવા મા આવી હતી.
ડિજિટલ યુગ ન્યૂઝ જંબુસર









