અંગાડી ખાતે મુસ્લિમ બિરાદરો એ ઈદગાહ ખાતે નમાઝ અદા કરી ઈદ ની આનંદ ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગલતેશ્વર તાલુકા ના અંગાડી ખાતે આવેલ ઈદગાહ મસ્જિદ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના બિરાદરો એ ઇદ ઉલ ફિત્ર ની નમાઝ અદા કરી ખૂબ જ આનંદ ઉલ્લાસ અને કોમી એખલાસ ભર્યા શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદ ની ઉજવણી કરવામાં આવી હતી. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો એ એક બીજા ને ભેટી ને ઈદની મુબારકબાદી પાઠવી હતી.સાથે જ નમાજ બાદ દેશમાં અને ગામમાં શાંતિનો માહોલ જળવાઈ રહે અને દેશ અને રાજ્યમાં કોમી એખલાસ અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તેવી દુઆ ગુજારવામાં આવી હતી.આ પ્રસંગે અંગાડી પહાડિયા,કસબા,અંગાડી નેપાલ પુરા. સ્ટેશન મસ્જિદ ના મૌલાના એ ઉપસ્થિત રહી ઈદ ની ખાસ નમાજ અદા કરાવી હતી.

આ તબક્કે ગામના મુસ્લિમ સમાજના સર્વે આગેવાનો એ ભેગા મળી એકબીજા નો સાથ સહકાર પ્રાપ્ત કરી ઈદની નમાજ ની વ્યવસ્થા ઇદગાહ મસ્જિદ ખાતે કરવામાં આવતા મુસ્લિમ સમાજમાં એકતા નો માહોલ જોવા મળ્યો હતો.

યાસીનભાઈ શેખ, અંગાડી.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!