રમજાન માસમાં સર્વે મુસ્લિમ બિરાદરો રોજા રાખી ઇસ્લામ ના મહત્વ ના ફર્જ ને અદા કરે છે.ત્યારે દયાદરા માં રહેતા ઈકબાલ ચલ્લાકી ના બે નાના પુત્રો એ રમજાન માસના પૂરા રોજા રાખી અન્ય લોકો માટે દ્રષ્ટાંતરૂપ બન્યા હતા.

ભરૂચ ના દયાદરા ગામ ના ઇકબાલ ચલ્લાકી ના બે નાના દીકરાઓ એ સમગ્ર રમઝાન માસ ના રોઝા રાખી ખુદાની બંદગી કરી હતી.દયાદરા ના ઇકબાલ ચલ્લાકી ના પુત્ર આદમ ચલ્લાકી ઉ.વ.૯ વર્ષ અને બીજા દીકરા હસનેન ચલ્લાકી ઉ.વ.૧૦ એ અસહ્ય ગરમીમાં ભૂખ તરસ ની પરવાહ કર્યા વિના રબ ને રાજી કરવા રમજાન માસ ના તમામ રોજા રાખી ઈબાદત ગુજારી હતી.સાથે સાથે દેશ અને દુનિયામાં અમન અને ચૈન, શુખ શાંતિ કાયમ રહે તે માટે વિશેષ દુઆ કરી હતી.બન્નેવ બાળકો એ નાની વયે પવિત્ર રમજાન માસના પુરા રોજા રાખી અન્ય બાળકો માટે પ્રેરણારૂપ બનવા પામ્યા છે.સમગ્ર રમજાન માસ ના રોજા રાખનાર બન્ને બાળકો ને રોજા રાખવા બદલ કુટુંબીજનો તેમજ સગાસંબંધીઓ અને સ્નેહીજનો તરફ થી મુબારકબાદી પાઠવવા મા આવી હતી.નોંધપાત્ર છે કે હસનેન એ ગત વર્ષે પણ રમજાન માસ ના તમામ રોજા રાખ્યા હતા.આમ હસનેને સતત બીજા વર્ષે પણ રમજાનના પુરા રોજા રખી સહનશીલતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ઉલ્લેખનીય છે કે રમજાન મહિનો રહેમત અને બરકત ની સાથે સબ્ર નો મહિનો છે જેને દયાદરા ના ભૂલકાઓ હસનૈન તેમજ આદમેં ચરિતાર્થ કરી બતાવ્યો છે.
ગુજરાત માં ઈદ નો ચાંદ દેખાતા તા.૩૧ ને સોમવારે ઈદ ઉજવાશે

ગુજરાત રાજ્ય માં ચાંદ દેખાતા રમજાન પૂર્ણ થતાં ઈદ નો તહેવાર ઉજવાશે.ચાંદ દેખાતા જ મુસ્લિમો એ એકબીજા ને ચાંદ મુબારક ની સાથે એડવાન્સ માં ઈદ મુબારક ની શુભેચ્છાઓ પાઠવી ને ખુશી વ્યક્ત કરી હતી. ગુજરાત ના મુસ્લિમો ને ચાંદ જોવા માટે ગુજરાત ચાંદ કમિટી દ્વારા અપીલ કરાઈ હતી.ચાંદ દેખાતા જ ગુજરાત ચાંદ કમિટી તરફ થી ચાંદ બાબતે એલાન કરવામાં આવતા ગુજરાત ના મુસ્લિમ બિરાદરો આજ રોજ તા.૩૧ માર્ચ ને સોમવારે ઈદ ના તહેવાર ની ભવ્ય ઉજવણી કરશે.મુસ્લિમો ઈદ ની નમાજ અદા કર્યા બાદ એકબીજા ને ગળે ભેટી ઈદ ની મુબારક બાદ પાઠવશે .
સૈયદ:- અમજદ બાપુ









