ઈદ નો ચાંદ જોવા ગુજરાત ચાંદ કમિટી ની તાકીદ,ચાંદ દેખાય તો ચાંદ કમિટી ને જાણ કરવા અપીલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત રાજ્ય ચાંદ કમિટી દ્વારા ગુજરાત ના મુસ્લિમો ને ચાંદ જોવા અપીલ કરાઈ છે.સાથે જ જો કોઈ પણ ઠેકાણે ચાંદ દેખાય તો ચાંદ કમિટી ને જાણ કરવા જણાવાયું છે.તમામ મુસ્લિમ બિરાદરો ને ચાંદ કમિટી તરફ થી અપીલ કરવામા આવી છે કે તારીખ ૩૦ માર્ચ ૨૦૨૫ ને રવિવારે સાંજે મગરીબ ના સમયે ચાંદ જોવા ની કોશિશ કરેં. ગુજરાત ચાંદ કમિટી ના મેમ્બરો ને પણ ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ તેમના વિસ્તાર માં ચાંદ જોવાનો પ્રયત્ન કરે,ચાંદ દેખાતા જ નજીક ના આલિમે દિન પાસે જઈ તેમને જાણ કરે અને તાત્કાલિક શરઈ ગવાહી હેડ ઓફિસ શાહી જામાં મસ્જિદ પાનકોરનાકા અમદાવાદ ખાતે પહોચાડવા વિનંતી કરવામાં આવી છે.

નોંધપાત્ર છે કે જયાં સુધી ગુજરાત ચાંદ કમિટી તરફ થી ચાંદ બાબતે એલાન ના કરવામાં આવે ત્યાં સુધી કોઈપણ જાત ની અફવાહ પર ધ્યાન આપવું નહિ.વધુ માં લોકો માં ગેરસમજ ઉતપન્ન ન થાય તે માટે સોસીયલ મીડિયા ના માધ્યમ થી ચાંદ મુબારક નો મેસેજ કરવામાં ઉતાવળ ન કરવી.ચાંદ દેખાયા અંગે ની જાહેરાત ગુજરાત ચાંદ કમિટી ના લેટરપૈડ પર કરવામાં આવશે.

ગુજરાત ચાંદ કમિટી તરફ થી ચાંદ બાબતે એલાન ના કરવામાં આવે ત્યાં સુધી કોઈપણ જાત ની અફવાહ પર ધ્યાન આપવું નહિ.

ઉલ્લેખનીય છે કે ચાંદ દેખાતા તરત જ ગુજરાત ચાંદ કમિટી તરફ થી ચાંદ દેખાયા અંગે ની જાહેરાત કરવામાં આવશે.ચાંદ દેખાયા બાબતે માહિતી માટે ચાંદ કમિટી એ જાહેર કરેલ નંબરો (1) 9825064657 (2) 9727381776 (3) 9327059292 (4) 9327000200 (5) 9426525386 (6) 9327637086 (7) 9904373399 (8) 9898220621 (9) 9925908786 (10) 9824026786 (11) 9724552026 (12) 9624483214 (13) 9376992165 (14) 9723529255 (15) 9824420178 (16) 9879131346 (17) 8488890194 પર કોન્ટેક્ટ કરી ચાંદ અંગે ની પૂછ પરછ કરી ખાતરી કરવા ગુજરાત ચાંદ કમિટી અમદાવાદ દ્વારા જણાવાયું છે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!