IOC દ્વારા અંકલેશ્વર ના ધંતુરિયા ગામે આંગણવાડી કેન્દ્રોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિડેટ દ્વારા છેલ્લા ઘણા સમય થી બાલ વિકાસ યોજના ચલાવવામાં આવી રહી છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિડેટ દ્વારા યોજના નું અમલીકરણ થઈ રહ્યું છે. જે અંતર્ગત ૬ આંગણવાડીઓ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને ૧૮ જેટલી આંગણવાડી કેન્દ્રોમાં સાથી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગામે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિડેટના પ્રયાસોથી આંગણવાડી કેન્દ્રોનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. જેનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે CDPO મેનેજર અંકિત ચોવટિયા, અંકલેશ્વર ગ્રામિણ પોલીસ મથકના પી. આઈ.કે. જી.સીસોદિયા, ગામના આગેવાન બચુભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

ડિજિટલ યુગ ન્યૂઝ અંકલેશ્વર 

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!