સહાયક પ્રાદેશિક કચેરી ભરૂચ દ્વારા ટુ વ્હીલરની નવી સીરીઝ જી.જે.૧૬ ઇ.ડી ચાલુ થવા જઈ રહી છે. આ સિરીઝ ના ૧ થી ૯૯૯૯ ના તમામ નંબર ની પસંદગી ની ફાળવણી માટે ઓનલાઈન ઓક્શન શરૂ કરવામાં આવનાર છે.

જેમાં ભાગ લેવા ઈચ્છતા વાહન માલીકો તેમના વાહનનો નું http://parivahan.gov.in//fancy પર તા.૧ એપ્રિલ ના રોજ સાંજે ૪ વાગ્યે થી તા.૩ એપ્રિલ ના રોજ સાંજે ૩:૫૯ વાગ્યાં સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને રી-ઓક્સન માં ભાગ લઈ શકશે. તા ૩ એપ્રિલ ના રોજ સાંજે ૪ વાગ્યે થી ઈ-ઓકશનનું બિડીંગ ઓપન થશે અને તા.૫ એપ્રિલ ના રોજ સાંજે ૪ વાગ્યે ઈ-ઓકશનનું બિડીંગ બંધ થશે. તેમજ તા.૬ એપ્રિલ ના રોજ સાંજે ૪ કલાક સુધીમાં ફોર્મ આર.ટી.ઓ કચેરી ભરૂચ ખાતે જમા કરવવાનું રહેશે.સફળ અરજદારો દ્વારા ભરપાઈ કરેલી બિડિંગની રકમની રસીદ ૫ દિવસમાં આર.ટી.ઓ કચેરી ભરૂચ ખાતે જમા કરવવાની રહેશે. ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારો એ ઉપર દર્શાવેલ વેબ સાઈટ ઉપર જઈને સી.એન.એ ફોર્મ વાહન ખરીદીના સાત(૭) દિવસમાં અચુક અપલોડ કરવું.ઓક્શનમાં સિલ્વર અને ગોલ્ડન નંબર માટે જરૂરી બેઝ પ્રાઈસ ચૂકવવાની રહેશે. ઓનલાઇન ઓક્શનએ ડાયનેમિક ઓક્શન પ્રક્રિયા રહેશે એટલે કે, અરજદારને હરાજી પ્રક્રિયા દરમિયાન ઓનલાઇન ચેક કરીને, વખતો-વખત હરાજી ની રકમમાં વધારો કરવાનો રહેશે.

આ ઉમેરો ૧૦૦૦ ના ગુણાંકમાં રહેશે. હરાજી પૂર્ણ થયેથી બિડીંગમાં વધારેલ હરાજી ની રકમ ની ઓનલાઇન ચુકવણી દિન-૫ માં કરવાની રહેશે. જો આ નિયત સમયમાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશો તો મૂળ રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરાવવામાં આવશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભરૂચ ની અખબારી યાદીમાં જણાવાયું છે.
ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ









