ભાજપના લઘુમતી મોરચા દ્વારા દેશભર ના લાખો જરૂરિયાતમંદ મુસ્લિમો ને ઈદ ઉજવણી માટે કિટ પહોંચાડનાર હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.ભાજપ દ્વારા સૌગાત-એ-મોદી અભિયાન શરૂ કર્યું છે.જે અંતર્ગત ૩૨ લાખ વંચિત મુસ્લિમોને ઈદની ઉજવણી માટે ખાસ કીટ અપવાનું આયોજન હાથ ધરાયુ છે.

ભાજપના લઘુમતી મોરચા એ મંગળવારે સૌગાત-એ-મોદી અભિયાન શરૂ કર્યું હતું. અભિયાન અંતર્ગત, દેશભર ના ૩૨ લાખ નબળી પરિસ્થિતિ ધરાવતા મુસ્લિમો ને ઈદની ઉજવણી માટે ખાસ કીટ આપવામાં આવશે. ભાજપના લઘુમતી મોરચાએ આ અભિયાનની જવાબદારી લીધી છે.જેમાં દેશની ૩૨ હજાર મસ્જિદો સાથે મોરચાના ૩૨ હજાર કાર્યકરો આ કીટ જરૂરિયાતમંદો ને પહોંચાડવાનું કાર્ય કરશે. આ માટે દરેક મસ્જિદમાંથી ૧૦૦ લોકોને મદદ પૂરી પાડવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયો છે.સૌગત-એ-મોદી કીટમાં કપડાં અને ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. આમાં મહિલાઓ માટે સુટ, પુરુષો માટે કુર્તા-પાયજામા, કઠોળ, ચોખા, સરસવ નું તેલ, ખાંડ, કપડાં, સૂકા ફળો અને ખજૂર નો સમાવેશ થાય છે. દરેક કીટની કિંમત અંદાજિત ૫૦૦ થી ૬૦૦ રૂપિયા હોવાનું કહેવાય છે.

વિરોધપક્ષો એ ભાજપના આ અભિયાન ને ચૂંટણીલક્ષી ગતકડું ગણાવ્યું
ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ જણાવ્યું હતું કે- રમઝાન અને ઈદ, ગુડ ફ્રાઈડે, ઈસ્ટર, નૌરોઝના પવિત્ર મહિનાના અવસર પર, લઘુમતી મોરચા ‘સૌગત-એ-મોદી’ અભિયાન દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડશે. જિલ્લા સ્તરે પણ ઈદ મિલન ઉજવણીનું આયોજન કરવામાં આવશે. વિરોધપક્ષો એ ભાજપના આ અભિયાન ને ચૂંટણી માટેનું ગતકડું ગણાવ્યું છે. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ તહેવારો પર પક્ષના લધુમતી મોરચા દ્વારા અભિયાનના ભાગરૂપે દેશભેરમાં જરૂરિયાતમંદ લોકો સુધી કીટ પહોંચાડવા માટે મસ્જિદના સંચાલકો અને ટ્રસ્ટો સાથે સંકલન કરીને આ કામગીરી કરવામાં આવશે. મંગળવારથી દિલ્હીમાં આ યોજના નિઝામુદ્દીન વિસ્તારમાંથી શરૂ કરી દેવામાં આવી છે.દરેક જિલ્લાઓમાં ઈદ મિલનના કાર્યક્રમો પણ યોજવામાં આવશે.વિરોધ પક્ષોએ ભાજપના અભિયાનને ચૂંટણીલક્ષી જણાવ્યું હતું એટલે આ મુદ્દા પર પણ ગરમાગરમ રાજનીતિ શરૂ થઈ જવા પામી છે. બિહારના કોંગ્રેસના સાંસદ રણજિત રંજને કહ્યું હતું કે બિહારમાં ચૂંટણીઓ આવી રહી છે એટલે તેઓ સૌગતના નામની કીટ આપીને મત મેળવવા માંગે છે.
સૈયદ અમજદ (બાપુ)









