આછોદ ગામે ચાલતાં માટી ખોદકામ ઉપર ખાણ ખનિજ વિભાગે દરોડો પાડી ૯ ડમ્પર અને બે હિટાચી મશીન સહિત ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદ તાલુકાના આછોદ ગામની સીમમા ચાલી રહેલા માટી ખોદકામ વાળી જગ્યાએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ એ દરોડા પાડી અંદાજિત રૂ.૩ કરોડ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.૯ ડમ્પર તથા બે હિટાચી મશીન કબજે કરી કાયદેસરની કાર્યવાહી અર્થે આમોદ પોલીસ ને સુપ્રત કરાતા આમોદ પંથક ના માટી ચોરોમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકાના આછોદ ગામની સીમમા માટી ખોદકામ માટે બસીર.એ.પટેલ નામના વ્યક્તિ એ ૧૦ હજાર મેટ્રિક ટનની પરવાનગી લીધી હોવાની માહિતી સાંપડી છે.ખોદકામ વાળી જગ્યા પર ૨૫ મી માર્ચે સાંજ ના સમયે ભરૂચ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ છાપો મારતા પરવાનગી કરતા વધુ માત્રામા માટી ખનન થયુ હોવાનુ ધ્યાને આવતા સ્થળ પર થી ૯ ડમ્પર તથા બે હિટાચી મશીન ની અંદાજિત કિંમત રૂ.૩ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી આમોદ પોલીસ મથકે સુપ્રત કરી આગળની તપાસ હાથ ધરી હતી.ખાણખનિજ વિભાગે પાડેલા દરોડાના પગલે આમોદ પંથકમાં માટી ચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ આમોદ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!