ભરૂચ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર ના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપની બેઠક યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લામા આવેલ વિવિધ ઔદ્યોગિક ‘મેજર એક્સીડેન્ટલ હાઝાર્ડ’ યુનિટ્સને ધ્યાને લઇ તેમાં સલામતી સુનિશ્ચિત કરવા માટે ડીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપ કાર્યરત છે, જેની બેઠક નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલની અધ્યક્ષતા માં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.

અધ્યક્ષસ્થાને થી પાછલા વર્ષોમાં થયેલા અકસ્માતોનું એનાલીસિસી, ડેથ રેશિયો, વગેરે બાબાતો નો સમન્વય કરાવીને પ્રેઝન્ટેશન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. હંમેશા એક્ષપર્ટ પાસેથી સોલ્યુશન લેવામાં આવે તે પ્રમાણે જ કામગીરી થાય તે વધુ હિતાવહ હોવાનું તેમણે ભારપૂવર્ક કહ્યું હતું. અણધારી આફતના સમયે ઔદ્યોગિક એકમોએ કંપનીએ પણ સંવેદનશીલતા દાખવવી જોઈએ. વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ ને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાથે જરૂરી સંકલન સાધવા તેમજ કંપનીમાં સર્જાતી અણધારી આફતોના કટોકટીભર્યા સમય દરમ્યાન પ્રોપર – વેમાં કોમ્યુનિકેશન થાય એ માટે ખાસ સૂચનો તેમણે આપ્યા હતા.તેઓએ, જિલ્લામાં આવેલ યુનિટ્સ, તેમાં વપરાતાં રસાયણો, તેમાં સંભવિત અકસ્માત સમયે ઉપયોગી સાધનોની કંપની ખાતે ઉપલબ્ધતા, મોકડ્રીલ આયોજનો, સેફ્ટી ઓડિટ વગેરેથી માહિતગાર કરીને આપત્તિ વ્યવસ્થાપન અંગેની સ્થિતિનો ચિતાર આપ્યો હતો.

હાનિકારક રસાયણોના યુનિટમાં કે પરિવહન દરમ્યાન લિકેજ ,આગની ઘટના સમયે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં સબ ડિવિઝન કક્ષાએ લોકલ ક્રાઈસીસ ગ્રુપની રચના કરીને નિયત સમયગાળામાં મિટિંગો યોજવા માટે સુચના આપવામાં આવી હતી.આ બેઠકમાં સેફ્ટી ઓફીસર રામમૂર્તિ શર્માએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. આ ઉપરાંત ડીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપમાં પ્રાંત અધિકારી, મામલતદાર, ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, અને મેજર એક્સિડન્ટ હઝાડ્રર્સમાં પ્લાન કરતા ઓફિસરો પણ વચ્યુઅલ રીતે જાડાયા હતા.આ બેઠકમાં જાહેર સલામતી અને આપત્તિ વ્યવસ્થાપન ને લગતા વિભાગો ના અધિકારીઓ તેમજ કંપનીઓ ના પ્રતિનિધિ હાજર રહ્યાં હતાં.

સૈયદ અમજદ(બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!