ભરૂચ: સિવિલ હોસ્પિટલમાં કોમી એકતાના દર્શન : 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ રોજેદાર પાયલોટને ઇફતારી કરવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મુસ્લિમ ધર્મના પવિત્ર રમઝાન માસ દરમિયાન ભરૂચ જિલ્લામાં સ્વૈચ્છીક સંસ્થાઓ, ઉધોગો અને આગેવાનો દ્વારા ખાસ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેમાં હિન્દૂ મુસ્લિમ સમાજના ભાઈઓ સમૂહ ભોજન દ્વારા ભાઇચારાનો સંદેશ આપી રહ્યા છે.

જેનાથી કોમી એખલાસનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. હાલ મુસ્લિમ સમુદાયનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે ભરુચની સિવિલ હોસ્પિટલ ખાતે ભાઇચારાની ભાવના રજૂ કરતો સુંદર નજારો જોવા મળ્યો હતો. ધર્મ અને જ્ઞાતિના નામે રાજકારણ રમાતું હોય છે. પરંતુ બીજી તરફ એવા પણ લોકો વસે છે. જેઓ ભાઇચારાની ભાવના દાખવે છે. 108 એમ્બ્યુલન્સના પાયલોટ હમીદ મલેક જેઓ રોજાની હાલતમાં એક દર્દીને લઈને આમોદથી ભરુચ સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન ઇફતારીનો પણ સમય થવા આવ્યો હતો.

આમોદથી દર્દીને લઈને આવી રહેલ પાયલોટ હમીદ મલેકનો રોજો હોવાની જાણ થતાજ સિવિલ હોસ્પિટલ ખાતે 108 ના હિન્દુ કર્મચારીઓ ભાઈઓ ધ્વારા તાત્કાલિક ઇફતારીનો બંદોબસ્ત કરાયો હતો. અને મુસ્લિમ રોજેદાર પાયલોટ માટે ખાસ ઇફ્તારીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને રોજેદાર 108 ના પાયલોટ હમીદ મલેકને સમય ઉપર ઇફતારી કારવાઈ હતી. પોતાના સાથી કર્મીઓની ભાઈચારાની ભાવનાથી હમીદ ભાઈ ભાવુક થઈ ગયા હતા. ત્યારે ખરેખર 108 ના કર્મચારીઓની આ શ્રેષ્ઠ કામગીરીને દિલથી સલામ છે.

એહવાલ:- યાસીન દિવાન આમોદ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!