ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા ૨૩ માર્ચે લેવાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાનપ્રવાહ ના ગુપ A (મેથ્સ) તથા ગૃપ B (બાયોલોજી) તથા ગૃપ AB (મેથ્સ-બાયોલોજી)ના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરીંગ, ડિપ્લોમા ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત માધ્યામિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરને કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા યોજવા માટે મળેલ સૂચના અન્વયે આગામી તારીખ-૨૩ માર્ચ ને રવિવારે ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) – ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લામાં ૧૯ પરીક્ષા સ્થળ પર ઉકત પરિક્ષા યોજાશે.તમામ પરીક્ષા સ્થળ ભરૂચ શહેર અને તેની આસપાસ આવેલા છે. પરીક્ષામાં કુલ ૧૭૨ બ્લોકમાં ૩૪૦૫ જેટલાં ઉમેદવારો પરીક્ષા આપશે.જેમાંથી ૧૬૧૧ વિદ્યાર્થીઓ ગુજરાતી, ૧૭૬૨ વિદ્યાર્થીઓ અંગ્રેજી અને ૩૨ વિદ્યાર્થીઓ હિન્દી માધ્યમમાં પરીક્ષા આપશે. પરીક્ષાના સમયપત્રક મુજબ એક જ દિવસમાં ત્રણ વિષયના પેપરનું આયોજન કરવામાં આવેલું છે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પેપરનો સમય ૧૦ થી ૧૨નો, જીવ વિજ્ઞાનના પેપરનો સમય ૧ થી ૨ નો તેમજ ગણિતના પેપરનો સમય ૩ થી ૪ વગ્યાનો રહેશે. પરીક્ષાર્થીઓને પરીક્ષાખંડમાં અડધો કલાક અગાઉ પ્રવેશ આપવામાં આવશે.

ફાઈલ ફોટો

ઉમેદવારોએ પરીક્ષા સ્થળ પર કોઈ પણ જાતના ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ લાવવાના નથી. મોબાઈલ, સ્માર્ટ વોચ, કેમેરા, જેવા ઉપકરણ પરીક્ષા કેન્દ્ર પર લાવવાની મનાઈ છે. જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવા જણાવાયું છે.સમગ્ર પરીક્ષા અધ્યાક્ષ જિલ્લા પરીક્ષા સમિતિ અને જિલ્લા કલેક્ટર ભરૂચના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ યોજાશે. તેમ જિલ્લા કોર્ડિનેટર અને જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ફાઈલ ફોટો

એહવાલ:- સૈયદ અમજદ(બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!