UCC કમિટી ના અધ્યક્ષ ને સંબોધી ને ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્ય એ સમાન સિસિલ કોડ મામલે મુસ્લિમ જનતા ને રજૂઆતો તેમજ પોતાનો પક્ષ મુકવાની અવધિ માં વધારો કરવામાં આવે તેવી લેખિત માંગ કરવામાં આવી છે.

રંજના બેન દેસાઈ ની અધ્યક્ષતામાં યુસીસી કમિટી દ્વારા ગુજરાત રાજ્ય ના નાગરિકો પાસેથી અપેક્ષિત સમાન સિવીલ કોડ બનાવવા બાબતે અભિપ્રાય-સૂચનો-મંતવ્યો માંગવા માટે તા. ૨૪ માર્ચ ૨૦૨૫ સુધીનો સમય આપવામાં આવેલ છે. જેમાં ત્રણ પ્રકારે પોતાના સૂચનો મોકલવા જણાવાયું છે. ગુજરાતમાં કોમન સીવીલ કોડ (યુસીસી) સમાન નાગરિક ધારો સામાન્ય જનતા માટે પેચીદો મુદ્દો છે. તદ્દઉપરાંત હાલમાં મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ પણ ચાલી રહયો છે. મુસ્લિમો રોજા રાખવામાં તેમજ ઈબાદતમાં વધુ સમય ગાળતા હોય છે. મુસ્લિમ સમાજ રમઝાન માસની વ્યસ્તતાને કારણે પોતાના અભિપ્રાય આપી શક્યા નથી. યુસીસી અંતર્ગત માંગવામાં આવેલ અભિપ્રાય માટે ૨૪ માર્ચ ૨૦૨૫ નો સમય આપેલ છે તેની અવધિ માં એક માસનો વધારો કરવામાં આવે એટલે કે તા.૨જી એપ્રિલ ૨૦૨૫ ના રોજ ઈદુલ ફિત્રનો તહેવાર છે તેના એક માસની અંદર અંદાજે તા. ૩૦ એપ્રિલ ૨૦૨૫ સુધી તેની મુદત વધારવામાં આવે જેથી મુસ્લિમ સમાજ ઈદનો તહેવાર ઉજવ્યા બાદ વધુ સમય ફાળવી પોતાના મંતવ્યો યુસીસી કમિટી સમક્ષ રજૂ કરી શકે.તેવી માંગણી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ પૂર્વ ધારાસભ્યગ્યાસુદ્દીન શેખ દ્વારા કરવામાં આવી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ









