ધોરણ-૬ થી ૧૨ ના છાત્રો માટે શિક્ષણ વિભાગ દ્રારા તા.૨૨ માર્ચે સી.ઇ.ટી પરીક્ષા યોજાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) નું આયોજન કરવામાં આવ્યું છે.

ફાઈલ ફોટો 

આ પરીક્ષા ધોરણ પાંચના વિદ્યાર્થી ઓ આપશે, ભરૂચમાં કુલ ૫૬ કેન્દ્ર પર આ પરીક્ષા ૨૨ માર્ચ ૨૦૨૫ ને શનિવારે યોજાશે. ભરૂચ ના કુલ ૧૩,૦૨૨ વિદ્યાર્થીઓ ઉકત પરીક્ષા આપશે.સી.ઇ.ટી પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓનો લાભ મળશે.ઉલ્લેખનીય છે કે CET ની પરીક્ષા સંપૂર્ણ નિશુલ્ક છે. આ પરીક્ષા પાસ કરવાથી વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા માટે પાત્રતા મળશે.વધુમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે સ્કોલરશીપ આપવામાં આવશે.ધોરણ છ થી આઠ માં ભણતા તમામ મેરીટ માં સામેલ વિદ્યાર્થીઓ માટે ૨૦,૦૦૦ રૂપિયા પ્રતિ વર્ષ અને ધોરણ ૯, ૧૦ માટે મેરીટ માં આવનાર પ્રત્યેક વિદ્યાર્થી માટે ૨૨,૦૦૦ રૂપિયા પ્રતિ વર્ષ અને ધોરણ ૧૧ તથા ૧૨ ના મેરીટમાં આવનાર તમામ વિદ્યાર્થીઓ માટે ૨૫,૦૦૦ રૂપિયા પ્રતિ વર્ષ સ્કોલરશીપ આપવામાં આવશે.

ફાઈલ ફોટો 

નોંધપાત્ર છે કે સદર સ્કોલરશીપ નો લાભ અન્ય સ્કોલરશીપ મેળવતા વિદ્યાર્થીઓ પણ મેળવી શકે છે.આ પરીક્ષા પાસ કરનાર અને સરકારી કે ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ધોરણ ૬ થી ૮ માટે પાંચ હજાર રૂપિયા ધોરણ ૯ થી૧૦ માટે ૬૦૦૦ રૂપિયા અને ધોરણ ૧૧,૧૨ માટે ૭૦૦૦ રૂપિયા વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવશે.જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરશે તેટલા વિદ્યાર્થી દીઠ સરકારી કે ગ્રાન્ટ ઇન એડ શાળાઓને કમ્પોઝિટ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવશે.વધુ માહિતી માટે શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઈટ અથવા નજીકની શાળામાં સંપર્ક કરવા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું છે.

એહવાલ:- સૈયદ અમજદ(બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!