ભરૂચ થી દહેજ તરફ કંપની ના કામદારો ને લઈ ને જતી ખાનગી લક્ઝરી બસમાં દેહગામ નજીક આગ ભભૂકી ઉઠતા બસમાં સવાર કામદારોના જીવ તાળવે ચોંટયા હતા.

જોકે સદનસીબે તમામ કામદારો બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો. ફાયર ફાઈટરો એ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવાનાં પ્રયત્નો શરૂ કર્યા હતા.ભારે જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં લાશકરો ને સફળતા સાંપડી હતી.ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક મોટા ઔધોગિક એકમો આવેલા છે.તેમાં કામદારો ના વહન માટે ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસો નો ઉપયોગ કરવામાં આવે છે.ત્યારે આજે બપોરના અરસામાં હિમાની કંપનીના સેકન્ડ શીપના કામદારોને લઈને જઈ રહેલી લકઝરી બસમાં દહેગામ ચોકડી પર અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ ફાટી નીકળી હતી.આગની જાણ થતાંજ તેના ચાલકે બસને રોડની સાઈડમાં ઊભી રાખીને કામદારોને સલામત રીતે નીચે ઉતારી દેતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી.આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતાં તેઓ તાબડતોબ દોડી આવ્યા હતા.અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.જોકે આગના કારણે માર્ગ પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા હતાં. આ સમયે ભરૂચ તાલુકા પોલીસ મથકનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો.જેણે ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી. જોકે આગમાં કોઈ જાનહાની નહીં થતા તંત્ર સહિત લોકોએ રાહતનો દમ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહીનાની બીજી માર્ચ ને રવિવારના રોજ પણ દહેગામ ચોકડી નજીક જ જીટીપીસીએલ કંપનીની બસમાં પણ આગ લાગી હતી તેમાં પણ બેસેલા કર્મીઓના આબાદ બચાવ થયો હતો.વારંવાર સર્જાતી આગની દુર્ઘટના પર કાબુ મેળવવા માટે તંત્ર એ જરૂરી નિયંત્રણો સાથે કમર કસવી જ રહી.
દહેજ હિમાની કંપની ના કામદારો ને લઈ ને જતી બસમાં આગ ભભૂકી ઉઠી હતી.

તસવીર :- સૈયદ અમજદ, વાગરા.









