આગામી તારીખ 22 અને 29 માર્ચ 2025 નારોજ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 5 ના બાળકો માટે CET પરીક્ષા થનાર છે. જેના માટે બાળકોને વિવિધ સંસ્થાઓ દ્વારા માર્ગદર્શન અપાઈ રહ્યું છે.

જે અંતર્ગત આજે રવિવારે તા.16મી માર્ચે વર્લ્ડ ભરૂચ વોહરા ફાઉન્ડેશન દ્વારા આમોદના બચ્ચો કા ઘર ખાતે એક બાળમૈત્રી પેરેન્ટિંગ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત રાજ્યના ગુજરાતી માધ્યમના ધોરણ 5 ના જે વિદ્યાર્થીઓ CET ની પરીક્ષા આપવાના છે તેમના માટે પરીક્ષાની રૂપરેખા અપાઈ હતી. આ પ્રસંગે બચ્ચોકા ઘરના આચાર્ય તથા કમિટી પ્રમુખ, ખાસ આમંત્રિત ડો. મેઘના જોષી, મનોચિકિતશક હાજર રહ્યા હતા.

WBVF ના પ્રમુખ અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રીતોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત શોએબ સાહેબે CET શું છે. તેની રૂપરેખા આપી હતી. મિશન બુનિયાદના રેહાનાબેહેને પોતાના મંતવ્યમાં CET પરીક્ષાની તૈય્યારી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કોઈક અગમ્ય કારણોસર કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી શકતા તેમને શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.

એહવાલ:- યાસીન દિવાન, આમોદ









