નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ત્રણ દિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડભોઇમાં ૧૩૫ વર્ષ પૂર્વે રાજા વિશાળદેવ દ્વારા નિર્માણ પામેલ ડભોઇ દર્ભાવતી નગરી નો ઐતિહાસિક વારસો ખૂબ વિશાળ છે. ડભોઇ વડોદરી ભાગોળ પાસે એક પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ નું મંદિર આવેલ છે. જે ૧૩૫ વર્ષ પૂર્વે રાજા વિસાળદેવ દ્વારા નિર્માણ પામ્યું હતું. સમય જતાં આ મંદિરની હાલત ર્જર્જરિત થઈ હતી. જેના કારણે આ મંદિરને પુનઃ નવીન બનવામાં આવ્યું છે. આ નવીન મંદિર તૈયાર થઈ ગયેલ હોવાથી આ મંદિર ખાતે ત્રણ દિવસ પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના કાર્યકર્તાઓ દ્વારા આ ઉજવણી ધાર્મિક વાતાવરણમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. જેના કારણે આ આખા વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ ફેલાયેલું જોવા મળ્યું હતું. 

ડભોઇ વડોદરી ભાગોળ નજીક આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી વિદ્યાવાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આ નિમિત્તે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. મહિલાઓ માથે કળશ લઇ શોભાયાત્રા માં જોડાયા હતા. અને ભક્તિમય રંગમાં રંગાયા હતા. કાર્યકર્તાઓ દ્વારા મહાપ્રસાદી સાથે નું આયોજનો કરવામાં આવ્યું હતું. આં દિવ્ય ધાર્મિક અવસરનો લાભ દરેક શિવ ભક્તોએ અને નગરજનોએ લીધો હતો. દરેક જણ ભક્તિના રંગમાં રંગાયા હતા. 

ડભોઇ નગરમાં આવેલ આશરે ૧૩૫ વર્ષ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર નો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. તે નિમિત્તે તા.૮ થી ૧૦ ફેબ્રુઆરી એટલે કે ત્રણ દિવસ ધાર્મિક વાતાવરણમાં પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં વિદ્યાવાન બ્રાહ્મણનો માં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન ને પુનઃ મંદિર માં પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યજ્ઞ, શોભાયાત્રા, કુંભ યાત્રા, જલાધિવાસ, સયન આરતી, સહિત ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિમય વાતાવરણમાં ભગવાનનિ પુનઃ મંદિર માં સ્થાપના કરવામાં આવી હતી. ત્રણ દિવસ ચાલેલા પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ડભોઇ નગર અને આસપાસ નાં ગામોના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી આ ધાર્મિક અવસર નો અમૂલ્ય લાહવો મળ્યો તે નિમિત્તે ધન્યતા અનુભવી હતી અને મહાપ્રસાદી નો લાભ લીધો હતો.

ડભોઇ વડોદરી ભાગોળ પાસે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નીકળેલ શોભાયાત્રા તસવીરમાં નજરે પડે છે.

તસવીર :- બાલકૃષ્ણ શાહ- ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!