શીરોલા થી સેગવા વચ્ચે ફોરલેનનું કામ ખોરભે ચઢતા વાહન ચાલકો હેરાન પરેશાન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડભોઇ થી શિરોલા ફોરલેનનું કામ થયું પછી આગળનું

ડભોઇ થી શીરોલા ફોરલેન ની કામગીરી પૂરી થઈ પરંતુ તેની આગળ શીરોલા થી સેગવા સુધીની રોડની કામગીરી અટવાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ બાબતે જાણવા મળેલ છે કે અધિકારીઓમાં સંકલનનો અભાવ હોવાનુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. વડોદરા જીલ્લા માં ફોરલેન માર્ગ બનાવવા ચાલી રહેલ કામગીરી માં ડભોઈ થી શીરોલા-સેગવા માર્ગની કામગીરીમાં શીરોલા થી સેગવા સુધીનુ કામ અટકાવવા ની સાથે તંત્ર સરેઆમ બેદરકારી દાખવી રહ્યું છે. જેના પગલે આ માર્ગ પર થી પસાર થતા વાહનચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. વિકાસ નુ કામ થતુ હોય ત્યારે થોડીવાર મુશ્કેલી ઓ નો સામનો કરવો પડે એ સમજી શકાય એ સામાન્ય બાબત છે. પરંતુ આવા કામોમા, કામ કરનાર એજન્સી ઉપરાંત જવાબદાર તંત્ર ની સરેઆમ બેદરકારી ના કારણે લોકોને અસહ્ય પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. તો એ માટે જવાબદાર કોણ ? 

ડભોઈ થી સીરોલા -સેગવા સુધી ફોરલેન માર્ગ બનાવવા અંગે ની કામગીરી ચાલે છે.જે કામગીરી શીરોલા બસ સ્ટેન્ડ નજીક સુધી ની થતી જોવા મળી રહી છે. પરંતુ તેની આગળ પુનિયાદ થી સેગવા સુધીના હજુ કંઈપણ કામ ગીરી થતી જોવા મળતી નથી. જ્યારે કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટર ની બેદરકારીને કારણે ધૂળની ડમરીઓનો પણ સામનો કરવો પડે છે. વાહન ચાલકો જણાવી રહ્યા છે કે વહેલી તકે આ રોડનું કામ પૂરું થાય તે જરૂરી છે. તેની રાહ જોઈને વાહન ચાલકો અને ગ્રામ્ય વિસ્તારના નગર જનો બેઠા છે. લોકો છેલ્લા એક વર્ષથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટર ની બેદરકારી અને અધિકારીઓ ની લાલીયાવાળી ના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ક્યારે આ રોડ બનશે તેની રાહ જોવાઇ રહી છે.

શીરોલાથી સેગવા વચ્ચે ફોરલેનનું કામ ખોરભે ચઢતા ધૂળ ની ડમરીઓ ઉડી રહેલ હોવાથી વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે.

તસવીર :- બાલકૃષ્ણ શાહ ડભોઈ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!